________________
૧૭
ભક્તિમાર્ગની આરાધના
(૪) એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થની રુચિ રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી...આદિપુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે.
– શ્રીમદ્ રાજચન્દ્ર : પત્રાંક ૨૫૫
(દોહરા) ૫. પ્રિયતમકો પતિયાં લિખું, જો કહું હોય વિદેસ, તનમેં, મનમેં, નૈનમેં, તાકો કહા સંદેશ.
– મહાત્મા કબીરદાસજી
(દોહરો) ૬. નામ રામકો કલપતરુ, કલિ કલ્યાનનિવાસ,
જો સુમિરત ભયો ભાંગતેં, તુલસી તુલસીદાસ.
આવી પરમાત્માના દિવ્ય પ્રેમની પ્રસાદીને પ્રાપ્ત કરવી હોય તેણે નિષ્ઠાપૂર્વક ભક્તિમાર્ગની આરાધનાના ક્યા ક્યા વિભિન્ન પ્રકારો સેવવા તેની વિચારણા હવે આપણે આગળનાં પ્રકરણોમાં કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org