________________
૨૩
ભક્તિમાર્ગની આરાધના
માટે પૂર્વજન્મના પ્રભુપ્રેમના સંસ્કાર, વર્તમાન જીવનમાં બાળપણથી જ ધર્મ અને સદાચારનો અભ્યાસ, ગુરુપરંપરા દ્વારા વ્યક્તિગત શિસ્તનું અનુશીલન, શ્રી દેવગુરુ-ધર્મ પ્રત્યે અંતરાત્માના આસ્વાદપૂર્વકની યથાર્થ ભક્તિ, છંદ-સંગીત-ભાષાસ્વર પર વિશિષ્ટ પ્રભુત્વ અને જીભ ઉપર જાણે કે સ્વયં સરસ્વતી જ બિરાજમાન થયાં હોય તેવો સહજ સ્કુરિત સ્પષ્ટ-મિષ્ટ-વાગુ રણકાર ઇત્યાદિ અનેક સુદઢ પાસાંઓની આવશ્યક્તા છે. આવા લૌક્કિ અને લોકોત્તર ગુણીના ધારક સંત મહાત્મા પાસેથી પ્રભુ-પ્રેમની વાત સાંભળવાનો અવસર પ્રાપ્ત થવો એ આ કાળમાં કોઈ મહત્પણના ઉદયથી જ બની શકે છે. આવા મહાત્મા જ્યારે પ્રભુગુરુનો મહિમા કહેવા લાગી જાય છે ત્યારે ભાવોલ્લાસમાં આવી જઈને કોઈવાર સમસ્ત શરીરમાં દિવ્ય-રોમાંચનો અનુભવ કરે છે, તો કોઈવાર તેમનાં નયનોમાંથી પ્રભુપ્રેમની અવિરલ અશ્રુધારા વહે છે, કોઈ વાર દેહભાન ભૂલીને નૃત્ય કરવા લાગે છે, કોઈ વાર ખૂબ મોટેથી પ્રભુ-ગુણ ગાવા લાગી જાય છે, કોઈ વાર પ્રભુના વિરહમાં જાણે કે ઉન્મત્તની માફક ચેષ્ટા કરતા હોય તેવું લાગે છે, તો કોઈ વાર આત્યંતિકપણે ભાવવિભોર થઈ જવાથી ગળું ભરાઈ જતાં (ડૂમો ભરાવાથી) દસ-વીસ સેકંડો સુધી વાગ્ધારા તૂટી જાય છે. આ અને આવા અનેક પ્રકારો બનતાં તે મહાત્મા પોતે વિશિષ્ટ સાત્ત્વિક આનંદનો અનુભવ કરે છે, અને તેમના જીવનમાં એવી તો એક આનંદની લહેર વ્યાપી જાય છે કે પોતાનું સાધનામય જીવન તો પ્રસન્નતાથી ભરાઈ જ જાય છે, પણ આજુબાજુના અનેક મનુષ્યો પર પણ જાણે કે દિવ્યતાનો એક પટ છવાઈ જાય છે અને તત્ક્ષણ પૂરતો તેમને શાંતિનો અનુભવ થાય છે. આ કાળે આવા ઉત્તમ સંકીર્તનકાર સંતનો ક્વચિત્ જ યોગ બની શકે છે. શાસ્ત્રનો આધાર લઈ ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ તેમનું સંક્ષિપ્ત વર્ણન નીચેના શબ્દોમાં કરે છે :
૧. શ્રીમદ્ ભાગવત : ૧૧-૩-૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org