________________
સમતા – એક્તા
-
આ પ્રમાણે સર્વ ભક્તોને લક્ષ્યરૂપ એવી સમતા-એક્તા નામની પરાભક્તિનું નિરૂપણ પૂરું કર્યું.
૭૪
ઉપસંહાર
ઉપાસનાક્રમ અને તેનું ફળ : અધ્યાત્મવિકાસને લક્ષમાં રાખીને ભક્તિમાર્ગની આરાધના ભક્ત-સાધક કેવી રીતે કરે છે તેનું પુનઃસ્મરણ, સમાપ્તિ-અવસરના સમયે, આપણે હવે કરી જઈએ.
આ ભક્તિમાર્ગની આરાધના માટે સાધકે સર્વપ્રથમ સત્સંગ કરવાનો છે. જ્યાં જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય અને પ્રભુભક્તિના ભાવોનું પોષણ મળે તેવા સત્સંગમાં વારંવાર પ્રેમપૂર્વક જવાથી સાધકને (દુનિયાનો) રુચિનો રંગ ઊતરે છે, કારણ કે સાચી પ્રભુભક્તિ દ્વારા મોહમાયાના ભાવ ઘટતા જાય છે, અને દિવ્યપ્રેમના (દેવ-ગુરુ-ધર્મની ભક્તિના) ભાવ વધતા જાય છે. આમ, ભક્તસાધકના જીવનમાં પાયારૂપ એવું એક અત્યંત દૃઢ શ્રદ્ધાબળ ઊપજે છે, જેના ઉપર ધીમે ધીમે ભક્તિ-મુક્તિરૂપી મહેલ બંધાવા લાગે છે.
ઉપરોક્ત રીતિથી જેના અંતરમાં વિવેકપૂર્વકની ભક્તિનો ભાવ ઉદય પામે છે તે, ભક્તિમાં બાધક એવાં કારણોથી દૂર રહે છે અને ક્રમે કરીને તે તે કારણોના ત્યાગ કરે છે કારણ કે પ્રભુની સાથે અનુસંધાન કરવામાં તે તે કારણો અંતરાયરૂપ છે. આ પ્રમાણે ભક્તજનના જીવનમાંથી વ્યસનનો, સ્વાર્થમય પ્રવૃત્તિઓનો, અન્યાયપૂર્વકના જીવન-વ્યવહારનો અને અન્ય દુર્ગુણોનો વિલય થાય છે. પાપપ્રવૃત્તિ અને પાપમય ભાવો ઉપશાંત થતાં, તેના જીવનમાં અનેકવિધિ સદ્ગુણોની વિશિષ્ટ વૃદ્ધિ ત્વરિત ગતિથી થાય છે અને તેનું આત્મબળ દિવસે દિવસે વધવા લાગે છે.
કાળે કરીને સાધકની ભક્તિસાધના વધતી જ જાય છે, કારણ કે શ્રદ્ધા અને સમજણપૂર્વક, ભજનના ક્રમ નિરંતર, તે, વર્ધમાન કરતો જાય છે. વિવિધ પ્રકારના સાત્ત્વિક અને તાત્ત્વિક અનુભવોની પરંપરાઓને પામતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org