________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૮૦
ખીલવી તેઓ અલ્પ સમયમાં સિદ્ધાંત, ન્યાય, તર્ક, છન્દ, અલંકાર, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર આદિ અનેક વિદ્યાઓના પ્રકાંડ વિદ્વાન બન્યા. પરંતુ પૂર્વકર્મયોગે તેઓને ભસ્મક નામનો રોગ થયો. તેઓએ ગુરુ પાસે સમાધિમરણની અનુજ્ઞા માગી, પરંતુ ગુરુએ તેમનું અતિ ઉજજવલ ભવિષ્ય જોઈ અનુમતિ આપી નહીં. તેથી તેઓએ ગુરુઆજ્ઞા પ્રમાણે દીક્ષાનો વ્યુચ્છેદ કરી, ઔષધાદિને ગ્રહણ કર્યા. પ્રસિદ્ધ લોકકથા અનુસાર કાશી (દક્ષિણનું કાશી-કાંચી)માં તેમની સ્તુતિથી ચન્દ્રપ્રભુ ભગવાનની સુવર્ણપ્રતિમા પ્રગટ થઈ. આ પ્રસિદ્ધ પ્રસંગથી તેઓની કીર્તિ સર્વત્ર વ્યાપી ગઈ. આ વખતે ત્યાંના રાજાએ તેમની વિશેષ ઓળખાણ માગી અને તેમના મહાન ચારિત્રથી પ્રભાવિત થઈ તેમની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી આચાર્યશ્રી પોતાના ગુરુ પાસે ગયા અને ફરીથી દીક્ષા લઈ ધર્મપ્રચારનું કાર્ય ચાલુ કર્યું.
આ પ્રમાણે પોતાની સર્વતોમુખી મહાન આધ્યાત્મિક પ્રતિભાનો વિકાસ કરી, કુલ લગભગ ૪૭ વર્ષ સુધી લોક-કલ્યાણ અને જિનશાસનની અદ્ભુત પ્રભાવના કરી, આદ્યસ્તુતિકારની પદવી પામેલા ભગવાન અરિહંતના પરમ ભક્ત, યુગપ્રધાન આચાર્યશ્રી સમંતભદ્રસ્વામીએ વિ.સ. ૨૪૧માં સ્વર્ગારોહણ કર્યું. જીવનકાર્યનું વિહંગાવલોકન :
તેઓના કૃતિત્વના બે વિભાગ કરી શકાય ? (૧) ધર્મપ્રચાર (૨) સાહિત્યનિર્માણ
(૧) ધર્મપ્રચાર : પોતાની દીર્ઘકાલીન સાધુ-અવસ્થામાં તેઓએ કાશ્મીરથી કન્યાકુમારી અને ઢાકાથી દ્વારકા સુધી વિહાર કર્યો. તેઓ જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org