________________
સંત-ભક્તોનાં ચરિત્રો
[૧] આદ્યસ્તુતિકાર શ્રી સમસ્તેભદ્રસ્વામી
લોકોત્તર બુદ્ધિપ્રતિભા, ન્યાયશાસ્ત્રમાં નિપુણતા, અવિરત સરસ્વતીઆરાધના અને અલૌકિક જિનશાસન પ્રેમના ધારક- આદ્યસ્તુતિકાર આચાર્યશ્રી સમંતભદ્રસ્વામીએ પોતાના જન્મથી આ ભારતની ભૂમિને લગભગ બીજા સૈકામાં વિભૂષિત કરી હતી.
જીવનપરિચય : તેમનો જન્મ દક્ષિણ ભારતમાં થયો હતો. તેમના પિતા ઉરગપુરના રાજા હતા. (હાલનું ઉરપુર કે જે તામિલનાડુ રાજ્યમાં કાવેરી નદીને કાંઠે ત્રિચિનાપલ્લી પાસે આવેલું બંદર છે.) તેઓ નાગવંશના એક મહાન ક્ષત્રિય રાજા હતા અને તેમનું નામ કલિકવર્મન હતું. આચાર્યશ્રીનું પોતાનું મૂળ નામ શાંતિવર્મા હતું. બાલ્યાવસ્થાથી જ તેઓ પ્રખર બુદ્ધિશાળી હતા. તેમની બાલ્યાવસ્થાની કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે તેમનામાં આત્મકલ્યાણને પોતાનું જીવનધ્યેય બનાવવાની તમન્ના હતી. આ ભાવનાને મૂર્તિમંત કરવા વિ. સં. ૧૯૪માં લગભગ ૧૮ વર્ષની ઉંમરે તેઓએ દીક્ષા ગ્રહણ કરી જ્ઞાન અને ત્યાગથી જીવનને મહાન બનાવવાની કલ્યાણકારી પ્રક્રિયા આરંભી હતી.
તેમની દીક્ષા પ્રસિદ્ધ જૈનાચાર્યશ્રી બલાકપિચ્છ મુનિની પાસે કાંચીમાં થઈ હતી. દીક્ષા બાદ કઠોર અધ્યયન દ્વારા પોતાની પ્રતિભાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org