________________
૮૧
ભક્તિમાર્ગની આરાધના
જ્યાં જતા, ત્યાં તેઓની પ્રતિભાથી, પ્રવચનશૈલીથી, શુદ્ધ ચારિત્રથી અને અલૌકિક વા-છટાથી સૌ પ્રભાવિત થતા. તેમણે સર્વત્ર અહિંસાધર્મનો અને પ્રભુ મહાવીરની અનેકાંતવિદ્યાનો પ્રચાર કર્યો અને ભલભલા વાદીઓને નિરુત્તમ બનાવી ધર્મ-વિજય પ્રાપ્ત કર્યો. તેમના આ મહાન કાર્યની અને સત્સાહિત્યની ભૂરિ ભૂરિ પ્રશંસા તેમના પછી થયેલા સર્વશ્રી જિનસેનાચાર્ય, શુભચન્દ્રાચાર્ય, વર્ધમાનસૂરિ, વાદિરાજસૂરિ, વિદ્યાનંદમુનિ, મુનિ વાદીભસિંહ, વસુનંદી આચાર્ય, ભટ્ટારક સકલકીર્તિ તથા શ્રીમદ્ રાજચન્દ્રજી આદિ અનેકાનેક મહાત્માઓએ કરેલી છે. આ ઉપરાંત અનેક શિલાલેખો પણ તેમની પુણ્યકીર્તિનાં યશોગાન ગાય છે. (૨) સાહિત્ય નિર્માણ :
આચાર્યશ્રીના રચેલા ગ્રંથો નીચે પ્રમાણે છે : ૧. બૃહત્ સ્વયંભૂસ્તોત્ર ૨. સ્તુતિવિદ્યા-જિનશતક ૩. દેવાગમસ્તોત્ર-આપ્તમીમાંસા ૪. યુકત્યનુશાન ૫. રત્નકરણ્ડકશ્રાવકાચાર ૬. જીવસિદ્ધિ ૭. તત્ત્વાનુશાસન ૮. પ્રાકૃત વ્યાકરણ ૯. પ્રમાણપદાર્થ ૧૦. કર્મપ્રાભતૃ ટીકા અને ૧૧. ગંધહતિ મહાભાષ્ય.
આ ગ્રંથોમાંથી પ્રથમ પાંચ ઉપલબ્ધ છે. આપણે તેમના વિષે થોડું જાણીએ જેથી સમન્તભદ્રાચાર્યજીના ભક્તિરસમાં થોડું અવગાહન શક્ય બને.
બૃહસ્વયંભૂસ્તોત્રને ચતુર્વિશતિસ્તોત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં તીર્થકરોની ક્રમશઃ ૧૪૩ પદ્યમાં સ્તુતિ કરવામાં આવી છે. પ્રત્યેક તીર્થકરની વિશિષ્ટતાનું વર્ણન કરવામાં ભાષા ને અલંકારની એવી રચના કરવામાં આવી છે કે તેથી પ્રત્યેક વર્ણન એક સુંદર સ્તુતિમય ભક્તિરસથી ભરપૂર વર્ણન બને છે ને ગાયક તથા શ્રોતાના મનને ડોલાવે છે. આ ગ્રંથનું પઠન નિત્ય કરવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org