________________
સંત-ભક્તોનાં ચરિત્રો
જિનશતકમાં ર૪ તીર્થકરોની સ્તુતિ ૧૦૦ શ્લોકમાં ચિત્રકાવ્યના રૂપમાં, એક પ્રકારની વિશિષ્ટ શૈલીમાં કરવામાં આવી છે. ચક્ર, ક્મળ મૃદંગ, ઈ. આકૃતિઓમાં અનેકાર્થી ગેય શબ્દોનો ઉપયોગ કરીને કરવામાં આવી છે. સમન્તભદ્રજી કહે છે કે જિનેન્દ્ર ભગવાનની આરાધના કરનાર મનુષ્યનો આત્મા આત્મીય તેજથી ઝગમગી ઊઠે છે. આવો મનુષ્ય સર્વોત્કૃષ્ટ માનવી બને છે અને તેને મહાન પુણ્યનો સંચય થાય છે.
દેવાગમસ્તોત્ર અથવા આપ્તમીમાંસા સમંતભદ્રજીની યુગપ્રવર્તક કૃતિ છે. આ સ્તોત્રમાં ૧૧૫ પદ્ય છે. આચાર્યશ્રી અંધશ્રદ્ધાળુ નથી, પરંતુ શ્રદ્ધાને તર્કની કસોટી પર ચડાવીને સાચું અને શ્રદ્ધેય શું છે તેની આપણને પ્રતીતિ કરાવે છે. એકાન્તવાદી વિવિધ દર્શનોની આલોચના ભક્તિસભર પદોમાં કરવામાં આવી છે અને તે આલોચના દ્વારા અનેકાન્તમત, સ્યાદ્વાદનું પ્રબળ સમર્થન કર્યું છે. આથી સ્યાદ્વાદના વિસ્તૃત વિવરણ અને સમર્થનનો આ પ્રથમ ગ્રંથ લખવામાં આવે છે.
યુત્યનુશાસનમાં ભગવાન મહાવીરનું ૬૪ પદોમાં સ્તવન કરવામાં આવ્યું છે અને તે સ્તવનની અંદર એકાન્તવાદી દર્શનોના દોષની સ્પષ્ટતા કરતાં વીરપ્રભુના અનેકાન્તાત્મક સર્વોદય તીર્થના ગુણોની સ્પષ્ટતા કરવામાં આવી છે.
રત્નકરણ્ડક-શ્રાવકાચારનાં ૧૫૦ પદોમાં શ્રાવકોના આચારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્રનું વિવેચન કરી ૧૧ પ્રતિમાઓ તથા સમાધિમરણનો પણ શ્રાવકધર્મમાં સમાવેશ કરેલ છે. બુદ્ધિવાદી દૃષ્ટિકોણથી આલોચના કરવાથી મનુષ્ય નૈતિક્તાના માહાભ્યને સારી રીતે પિછાની શકે છે અને તેના પ્રત્યે તેને રુચિ ઉત્પન્ન થાય છે. આચાર્યશ્રીની માન્યતા પ્રમાણે મનની સાધના હૃદયના પરિવર્તનમાં પરિણમે તો જ સાચી સાધના છે. બાહ્ય આચારોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org