________________
૭૩
ભક્તિમાર્ગની આરાધના
(૬) દ્રવ્યસેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામોજી,
ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિષ્કામોજી શ્રી. ૨ પરમ ગુણી સેવ તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી, શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી. શ્રી ૧૧
– શ્રીમદ્ દેવચંદ્રજીકૃત ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન ૭. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે, એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપ ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે, તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેની
ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, માટે સર્વપ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ, જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી, પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે, અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાનીપુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.
–શ્રીમદ્ રાજચન્દ્ર : પત્રાંક ૨૨૫
(હરિગીત) ૮. રે આત્મ તારો ! આત્મ તારો ! શીઘ એને ઓળખો; સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો.
–શ્રી મોક્ષમાળા : ૬૭-૫
"
સતઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org