________________
લઘુતા
ભૂમિકા :
લઘુતા શબ્દ “અલ્પપણું', નાનાપણું' સૂચવે છે. પોતાના આત્મા વિષે આવો લઘુતાનો ભાવ કોને ઊપજે ? જે ભાગ્યવાન ભક્તજને શ્રીસદ્ગુરુના બોધ દ્વારા ભગવાનના-પરમાત્માના અનંત અચિંત્ય અલૌક્કિ સ્વરૂપને જાણ્યું હોય, “અહો ! આવા અભુત ઐશ્વર્યના સ્વામી મારા પ્રભુજી છે' એવી જેના અંતરમાં પ્રતીતિ થઈ હોય, તેવા ભક્તના હૃદયમાં પોતાની વર્તમાન દશાના દોષોનું દિગ્દર્શન થતાં જે અલ્પત્વનો, તુચ્છતાનો, પ્રભુનું દાસાનુદાસપણું સ્વીકારવાનો અને તેને જ શરણે રહેવાનો જે ભાવ ઊપજે તે સાચી લઘુતા છે. આવો ભાવ ખરેખર ઊપજવો કઠિન છે અને તેથી જ શાસ્ત્રકારની શૈલીમાં પણ તેનો ક્રમ શ્રવણ-કીર્તન-ચિંતવન-વન્દન-સેવન-ધ્યાન એવી છ સાધનાભૂમિકાઓના પરિપાકરૂપે સાતમી ભૂમિકામાં ભવ્ય ભક્તોના જીવનમાં ઊપજવો કહ્યો છે.
સાધના-પદ્ધતિ : સત્સંગ, સમજણ અને શ્રદ્ધા એમ ત્રણ મુખ્ય ભૂમિકાઓમાં આ સાધના વહેંચાયેલી છે.
ભક્તનું અને ભગવાનનું, પોતાનું અને પરમાત્માનું શું સાચું સ્વરૂપ છે, તે જાણવાનો સર્વોત્તમ ઉપાય સાચા અનુભવી પુરુષોનો સમાગમ કરવો તે છે. જયાં સુધી તેમનો સત્સંગ ન કરીએ ત્યાં સુધી
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org