________________
૫૩
ભક્તિમાર્ગની આરાધના
ઉદ્ધાર કરવા સમર્થ છો. તેથી હું વારંવાર આપને નિવેદન કરું છું. તમે જ દયાળુ છો, તમે જ પ્રભુ છો અને તમે જ રક્ષક છો. તેથી મોહરૂપ શત્રુ દ્વારા જેનું માનમર્દન કરવામાં આવ્યું છે એવો હું આપની પાસે પોકારીને કહું છું. ....આ હું અને તે કર્મરૂપી શત્રુ આપની સામે હાજર છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો, કારણ કે સજનું રક્ષણ કરવું અને દુષ્ટને દંડ દેવો એ ન્યાયપ્રિય રાજાનું કર્તવ્ય હોય છે.
શ્રી પદ્મનંદિપંચવિંશતિ : ૨૦-૩-૪ તથા ૯-૨૦
(દોહરા) (૩) (અ) દાસ કહાવન કઠીન હૈ, મેં દાસનકો દાસ,
અબ તો ઐસા હો રહું, કિ પાંવ તલકી ઘાસ. (બ) સાહબ તુમ હી દયાલ હો, તુમ લગ મેરી દોર,
જૈસે કાગ જહાજકો, સૂઝત ઔર ન ઠૌર. (ક) સાહબ સો સબ હોત હૈ, બંદેસે કછુ નાહિં, રાઈ તે પર્વત કરે, પર્વત રાઈ માંહિ,
– મહાત્મા કબીરદાસજી
(વાસ્તુ છંદ) (૪) મહારાજ શરણાગતપાલ, પતિતઉધારણ દીનદયાલ
સુમિરન કરવું નામ નિજ શીશ, મુજ દુઃખ દૂર કરહુ જગદીશ. – શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર : ૪૦-શ્રી બનારસીદાસકૃત પદ્યાનુવાદ
(દોહરા) (૫) હું પામર શું કરી શકું ?” એવો નથી વિવેક,
ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org