________________
લઘુતા
૫૮
(૨) પ્રાર્થના, મોક્ષમાર્ગની સિદ્ધિમાં, પુરુષાર્થ અને પ્રારબ્ધનો સમ્યફ પ્રકારે સમન્વય સાધે છે અને તેથી સ્યાદ્વાદવિદ્યાની પુષ્ટિ કરે છે, મતલબ કે ગુરુતમ પુરુષાર્થ કરવા છતાં જ્યારે સાધનામાં આગળ વધી શકાતું નથી ત્યારે ભક્ત-સાધકને પ્રભુશરણ સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિલ્પ રહેતો નથી.
(૩) જોકે પરમાત્મા કે સદ્ગુરુને, ભક્ત તરફથી કોઈ સ્તુતિ-ભક્તિપ્રાર્થના વગેરેનું પ્રયોજન નથી, છતાં જ્યાં સુધીતે પ્રમાણે ન કરવામાં આવે
ત્યાં સુધી ભક્તનો અહંભાવ-મમત્વભાવ વિલય પામતો નથી અને તેમ થયા વિના પરમાર્થ મોક્ષમાર્ગની સિદ્ધિ પણ થઈ શક્તી નથી.
આનાથી આગળ, પ્રાર્થના એ પ્રયોગ અને અનુભવનો વિષય છે. પૌરાણિક અને ઐતિહાસિક-એમ અનેક દૃષ્ટાંતોએ પ્રાર્થનાના સિદ્ધાંતની પુષ્ટિ કરી છે. મહાસતી દ્રૌપદી, મહાસતી સીતા, અંજન ચોર આદિ પૌરાણિક દષ્ટાંતો છે. આચાર્યશ્રી સમંતભદ્રસ્વામી, શ્રીમાનતુંગાચાર્ય, ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા અને પ્રભુપ્રેમમસ્ત શ્રી મીરાંબાઈ આદિ ઐતિહાસિક દષ્ટાંતો છે, આ વડે પ્રાર્થનાની સાધના-પ્રણાલીની સફળતાપૂર્વક સિદ્ધિ થાય છે. જે યુગપ્રધાન આચાર્યો, અપ્રમત્ત યોગીશ્વરો અને મહાજ્ઞાનીઓએ સૈદ્ધાંતિક ગ્રંથોની રચના કરી છે તેમણે જ સાથે સાથે ભક્તિ, પ્રાર્થના, આલોચના, પ્રાયશ્ચિત્ત આદિ વિષયક ગ્રંથોની પણ રચના કરી છે. પોતાની જીવનસાધનામાં તેઓએ જ્ઞાન સાથે ભક્તિની આવશ્યક્તાનો અત્યંતપણે અનુભવ કરીને, તેનો સ્વીકાર કરેલ છે. જેમનાં ઉપદેશામૃતનો અમારા જીવન ઉપર વિશેષ ઉપકાર થયો છે એવા, જ્ઞાનભક્તિના આરાધક મહાત્માઓમાંથી થોડા મહાત્માઓની કૃતિઓનો નીચેના કોઠામાં અંગુલિનિર્દેશ માત્ર કરીએ છીએ :
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jainelibrary.com