________________
સમતા – એક્તા
૬૮
ભક્તિનો સૂક્ષ્મ ભાવ : સમતા એ ભક્તિની આરાધનાના પરિપાકરૂપે પ્રગટ થતો ભક્તનો એક અતિ નિર્મળ, વિશુદ્ધ અને સૂક્ષ્મ ભાવ છે. પ્રેમભક્તિમાં જેમ જેમ ભક્ત આગળ વધતો જાય છે, તેમ તેમ તેના જીવનમાંથી સ્વાર્થના અંશોનો વિલય થતો જાય છે, અને તેને સર્વ જીવોમાં પોતાના પરમ આરાધ્ય પ્રભુનું જ દર્શન થવા લાગે છે. તેવા ભક્તને મારું તારું કાંઈ રહેતું નથી, અંતરમાં સતતપણે પ્રભુનું સ્મરણ રહેવાથી તેનું ચિત્ત એટલું બધું પ્રભુમય થઈ જાય છે કે સર્વત્ર તેને પ્રભુદર્શન જ થવા લાગે છે. તેથી જ મહાપુરુષોએ કહ્યું, “જેવી દષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દષ્ટિ સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે વર્તે છે, તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે ઓછાપણું-અધિકપણું કંઈ આત્માને વર્તતું. નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે.” (શ્રીમદ્ રાજચન્દ્ર).
જે આવો ભક્ત હોય તે કોના પર ક્રોધ કરે ? કોની નિંદા કે ઈર્ષા કરે ? કોના પર મોહ કરે કે કોનો વિશ્વાસઘાત કરે ? તેને તો સર્વ જીવો પ્રત્યે સમાનતાનો ભાવ ભાસે છે, તેથી જ્ઞાનીઓએ કહ્યું :
ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત નિર્વાણ પામ્યા.*
આ કક્ષાએ, સમતાને પામેલા મહાત્માઓનાં પરિણામોની બે શ્રેણિઓ વિચારી લઈએ. એક સવિકલ્પ અવસ્થા છે અને બીજી નિર્વિકલ્પ અવસ્થા છે. સવિકલ્પ અવસ્થામાં તે ભક્તજન ભક્તિના બીજા શ્રવણકીર્તનાદિ પ્રકારોમાં પ્રવર્તે અથવા પોતાને યોગ્ય બીજી પ્રવૃત્તિમાં પણ રહે,
જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં આવી જાય ત્યારે તો તે પ્રભુપ્રેમમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે અને દેહનું કે જગતનું સર્વ ભાન ગુમાવી દે છે. આ દશાને
* શ્રીમદ્ ભાગવત : ૩-૨૪-૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org