________________
સમતા – એક્તા
-
ભૂમિકા અનુસાર થોડી સમજણ અને વિચારણા અત્યારે કરી હશે તો પ્રત્યક્ષ સદ્ગુરુસમાગમમાં, ભવિષ્યમાં તે જલ્દીથી સમજી શકાશે એમ જાણી તેનો નિર્દેશ કરીએ છીએ :
સમભાવ તે તો આત્માનું પોતાનું મૂળ સ્વરૂપ જ છે અને તેનો આવિર્ભાવ મુખ્યપણે નીચે બતાવેલી ત્રણ કક્ષાએ થાય છે ઃ
(અ) શ્રદ્ધાની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવનો આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુદર્શન થયું એમ કહેવામાં આવે છે.
(બ) સ્મૃતિની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવનો આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુપદનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે.
(ક) રસાસ્વાદની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવનો આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુપદનો ભેટો થયો એમ કહેવામાં આવે છે.
૭૦
સાધનાજીવનના સંપૂર્ણ વિકાસની ભિન્ન ભિન્ન ભૂમિકાઓના કાળમાં, આ ત્રણનો આવિર્ભાવ પરસ્પરની અપેક્ષા પણ રાખે છે અને કચિત્ એકબીજાથી નિરપેક્ષ પણ છે. આ ભાવની અભિવ્યક્તિ મહાજ્ઞાનીઓએ અને ભક્તોએ પોતપોતાની ભાષામાં અને પોતપોતાની શક્તિ-ભક્તિને અનુસરીને નીચે પ્રમાણે કરી છે :
૧.
રામ સભામાં અમે રમવા ગ્યાં'તાં,
પસલી ભરીને રસ પીધો હિરનો રસ પૂરણ પાયો..
પહેલો પિયાલો મારા સદ્ગુરુએ પાયો, બીજે પિયાલે રંગની રેલી ....હરિનો રસ
ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પિયાલે થઈ છું ઘેલી ....હરિનો રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org