________________
લઘુતા વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.” (પત્રાકં ૮૧૯)
પ્રાર્થનાઃ ઉપસંહાર : જેમ શરીર માટે ભોજન જરૂરી છે, બાળક માટે માતા જરૂરી છે તેમ માત્ર આધ્યાત્મિક વિકાસ માટે જ નહીં પરંતુ રોજબરોજના જીવનના સંઘર્ષોથી ઉપર ઊઠવા માટે, નિર્ભય થવા માટે, મનની શાંતિ માટે અને જીવનસંગ્રામમાં પ્રેરણા, મનોબળ અને નિશ્ચિતતાની પ્રાપ્તિ માટે, મનુષ્યને પ્રાર્થનાની આવશ્યક્તા છે. સામાન્ય માનવીથી માંડી, મધ્યમ સાધક અને ઊંચી કોટિના મહાત્મા–સૌ કોઈને એક યા બીજા રૂપે પ્રાર્થનાની જરૂર પડે છે–પછી તે સામૂહિક હો યા વ્યક્તિગત હો. પ્રાથમિક ભૂમિકામાં સામૂહિક પ્રાર્થના વિશેષ લાભદાયક નીવડે છે કારણ કે સામૂહિક પવિત્રતાનો લાભ પોતાને મળી શકે છે. ધીમે ધીમે શ્રદ્ધા-ભક્તિ વધતાં, બન્ને પ્રકારની પ્રાર્થનામાં ભક્ત જોડાઈ શકે છે અને લાભ મેળવી શકે છે. આ લેખકના આધ્યાત્મિક વિકાસમાં પ્રાર્થના, શરણાગતિ અને પ્રાયશ્ચિત્તે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેથી સાધકોને આ સાધનનું અવલંબન લેવાની તેની ખાસ ભલામણ છે. વર્તમાનયુગમાં મહાત્મા ગાંધીજી, સંત વિનોબાજી, મુનિશ્રી નાનચન્દ્રજી તથા મુનિશ્રી સંતબાલજીએ સામૂહિક પ્રાર્થનાઓ યોજીને તેને લોકપ્રિય બનાવી છે. આ સાધના માટે અંતરની શ્રદ્ધા અને ભક્તિ સિવાય બીજી કોઈ મોટી સાધસામગ્રીની કે શારીરિક કષ્ટ વેઠવાની પણ જરૂર પડતી નથી, માટે સહજસાધ્ય એવા ભક્તિમાર્ગના આ અગત્યના અંગનો સ્વીકાર કરી ભક્ત-સાધકો પોતાના જીવનને ઉન્નત અને નિશ્ચિત બનાવો એ જ અભ્યર્થના, ઇતિ શિવમ્.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org