________________
ભક્તિમાર્ગની આરાધના
વાંછાને પૂરી કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે, પરંતુ અહીં સાક્ષાત્ અધ્યાત્મસાધનામાં તેમની ગણતરી નથી. જેઓએ પ્રાર્થનાના રહસ્યને જાણ્યું છે તેઓ આ જીવનમાં પ્રભુ પાસે કાંઈ યાચના કરતા નથી અને પરભવમાં પણ કોઈ લૌકિક વૈભવની ઇચ્છા કરતા નથી. ભક્ત સંતોએ તો કહ્યું : (હરિગીત)
૫૭
જાચું નહીં સુરવાસ પુનિ નરરાજ પરિજન સાથજી, બુધ જાચહું તુવ ભક્તિ ભવ ભવ દીજિયે શિવનાથજી* અબ હોહું ભવ ભવ સ્વામી મેરે, મૈં સદા સેવક રહો; કર જોડ યહ વરદાન માંગ્ મોક્ષફલ જાવત લહૌ*
‘ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.'x
આવા નિઃસ્પૃહ ભક્તો જ ભક્તિસાધનાની ચરમ સીમાને પામીને પોતાના જીવનને કૃતકૃત્ય કરે છે.
પ્રાર્થનાનું વિજ્ઞાન : અહીં જો પ્રશ્ન કરવામાં આવે કે આવા ભક્તોને કાંઈ ઇચ્છા નથી તો શા માટે તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે? શું ભગવાનને ખબર નથી કે તેના ભક્તને માટે શું ઇષ્ટ છે અને શું અનિષ્ટ છે ? શું ભગવાન સર્વજ્ઞ નથી ? કરુણાસાગર નથી ? ભગવાનને પ્રાર્થના કરવાથી શું સિદ્ધ થઈ શકે છે ?
આ પ્રશ્નનું સમાધાન નીચે પ્રમાણે જાણવું :
(૧) પ્રાર્થના એ પ્રાયશ્ચિત્તનું એક સ્વરૂપ છે અને પ્રાયશ્ચિત્તને સિદ્ધાંતમાં એક અંતરંગ તપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
x ભાષાસ્તુતિપાઠ : શ્રીમદ્
* દર્શનપાઠ : કવિવર બુધજનકૃત રાજચંદ્ર : પત્રાંક ૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org