________________
લઘુતા
પર
આધ્યાત્મિક અભિગમ : મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને, આત્માની શુદ્ધિ માટે, પરમાત્મા કે સદ્દગુરુને નજર સમક્ષ રાખીને ભક્ત, ભગવાનને જે નમ્ર વિનંતી કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યાવહારિક સ્વરૂપ છે. પ્રાર્થનાનું વિજ્ઞાન સમજવા માટે અને આધ્યાત્મિક વિકાસમાં તેનો યથાયોગ્ય ઉપયોગ થઈ શકે તે અર્થે, દરેક પ્રબુદ્ધ પ્રાર્થનાકારે નીચેના સિદ્ધાંતોને સારી રીતે સમજવાં જોઈએ :
(અ) લઘુતાસહિત આત્મસમર્પણ : દરેક પ્રાર્થનાકારને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે પોતે અલ્પ શક્તિનો ધરનાર છે અને જેમને પ્રાર્થના કરવામાં આવી રહી છે તે અતિ મહાન શક્તિના ધારક છે. જેના અંતરની અંદર, પોતાની વર્તમાનદશાની લઘુતાનું યથાર્થ દર્શન નથી થયું તે સર્વાર્પણભાવથી પ્રભુનું શરણ કેવી રીતે લઈ શકે ? જયાં સુધી અજ્ઞાનજાનત “હું”, અહમ્' કે “અભિમાન'નો ભાવ અંતરમાં રહ્યો છે ત્યાં સુધી પ્રપન્નતા–આત્યંતિક શરણાગતિ-(Total Unilateral Unconditional surrender)નો ભાસ સિદ્ધ થઈ શક્તો નથી. આ કક્ષાની સાધના સંપૂર્ણ રીતે સફળ થવા માટે ભક્તના અંતરમાં, વર્તમાનમાં પોતાના પુરુષાર્થથી આગળ વધવાની પોતાની સંપૂર્ણ અશક્તિની જાહેરાત અને તેના ફળરૂપે ઊપજવા યોગ્ય શરણાગતિની સંપૂર્ણતા પણ દષ્ટિગોચર થાય છે. તેથી જ સંતોએ ગાયું :
(૧) હે નાથ ! હું આપનો સંદેશવાહક છું, દાસ છું, સેવક છું. અને કિંકર છું. માટે “આ મારો છે એ પ્રમાણે આપ સ્વીકાર કરો. અધિક હું કાંઈ કહેતો નથી.
વાગરાગસ્તવ/૨૦૧૮ શ્રી હેમચંદ્રાચાર્યજી (૨) હે પરમાત્મા (અરિહંત) ! આપ કૃપા કરીને આ ભયાનક કૂવારૂપ સંસારમાં પડેલા મુજનો તેનાથી ઉદ્ધાર કરો. આપ તેમાંથી મુજનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org