________________
શ્રવણ-કીર્તન
૬. “હે નારદ ! હું નથી વસતો વૈકુંઠમાં, કે નથી વસતો યોગીઓના હૃદયમાં. જ્યાં મારા ભક્તો ગુણસંકીર્તન કરે છે ત્યાં હું વસું છું.”
- પદ્મપુરાણ-ઉત્તરકાંડ : ૯૪-૨૩ ૭. “જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરુષોએ કહ્યું છે.”
શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૨00 (આસણરા-યોગી-એ દેશી) ૮. પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગન સાજા રે, મ વાચક યશ કહે અવર ન ધ્યાવું, એ પ્રભુના ગુણ ગાઉં રે
મનમોહન સ્વામી ––શ્રીમદ્ યશોવિજયજીકૃત અરનાથસ્વામીનું સ્તવન ઉપસંહારઃ આ પ્રમાણે ભક્તિમાર્ગની આરાધનામાં પ્રભુકીર્તનનું આગવું સ્થાન છે. અત્રે સાધકે એ ખ્યાલમાં રાખવાનું છે કે જેના ગુણોનું તે કીર્તન કરે છે, તેના સ્વરૂપની અને તેના ચરિત્રની પણ તેણે ભાવના કરવી જોઈએ. સાચા ભાવપૂર્વક ભગવાનનું નામ કીર્તન કરવાથી કાયિક, વાચિક અને માનસિક શુદ્ધિની પ્રાપ્તિ થતાં ત્રણેય પ્રકારના (આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ) તાપોનો સમૂળ નાશ થઈ જાય છે, કરેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ જાય છે, વિશિષ્ટ પુણ્યનો સ્વયં સંચય થાય છે અને પરમાત્મદર્શનને યોગ્ય ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. જો કે કેવળ બૌદ્ધિક સ્તરે વિચારતાં સંકીર્તનનો મહિમા એકદમ ખ્યાલમાં આવતો નથી, પરંતુ જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org