________________
ભક્તિમાર્ગની આરાધના
આભૂષણાદિ ભગવાન માટે ભૂષણરૂપ નથી, તેથી મૂર્તિના સુશોભન માટે તેવાં દ્રવ્યોનો ઉપયોગ પ્રભુનાં અંગ-ઉપાંગો ઉપર ન કરવો યોગ્ય છે.
૨૯
આરાધના-પદ્ધતિ : જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં ભક્તજને દરરોજ પ્રભુનાં દર્શન કરવા મંદિરજીમાં જવું. યથાયોગ્ય શુદ્ધિ સહિત, ચોખ્ખાં કપડાં પહેરી, ઘેરથી નીકળતાં જ મનમાં પ્રભુનું સ્મરણ ચાલુ કરી દેવું. મંદિરનાં પગથિયાં ચઢતાં નિઃસહિ શબ્દ ત્રણ વાર બોલવો, જે સૂચવે છે કે હું સંસારી ભાવોથી નિવğ છું. ભગવાનની મૂર્તિનાં દર્શન થતાં નમોસ્તુ એમ ત્રણ વાર બોલવું અને પછી મસ્તક નમાવી હાથ જોડી પ્રણામ કરવા. શક્ય હોય ત્યાં ઘૂંટણે પડીને અથવા સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કરવા. ત્યાર પછી પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા કરવી અને સ્તુતિ વગેરે બોલવાં. પ્રભુદર્શનનું માહાત્મ્ય કેવું છે ?—
૧.
૨.
૩.
(અનુષ્ટુપ)
દર્શનં દેવ દેવસ્ય, દર્શને પાપનાશનં; દર્શન સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનં.
પ્રભુદર્શન સુખ સંપદા, પ્રભુદર્શન નવનિધિ, પ્રભુદર્શનસે પામિયે, સકલ મનોરથ સિદ્ધિ
(છપ્પય)
તુવ જિનંદ દિકિયો, આજ પાતક સબ ભજ્જૂ, તુવ જિનંદ દિયિો, આજ બૈરી સબ લજ્જે. તુવ જિનંદ દિયિો, આજ મૈં સરવસ પાયો.
તુવ જિનંદ દિકિયો, આજ ચિંતઃમણિ આયો.
જૈ જૈ જિનંદ ત્રિભુવન તિલક, આજ કાજ મેરો સર્યો. કર જોરિ ભવિક વિનંતી કરત, આજ સકલ ભવદુઃખ ટર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org