________________
ચિંતવન - ધ્યાન
(ક) ધ્યાન : જે ચિંતવનનો અભ્યાસ કરી રહ્યો છે, તેનો પ્રેમભાવ, લક્ષ પ્રત્યે (સદ્ગુરુ કે પરમાત્મામાં) વર્ધમાન થતાં તલ્લીનતા ઊપજે છે, જેથી ધ્યાનની સિદ્ધિ થાય છે.
(અ) જાપ : અહીં સુધી જે ભક્ત પહોંચ્યો છે, તેનામાં વિવેક, વિનય, નિયમિતતા આદિ ગુણો પ્રગટ્યા હોય છે. આવા સાધકે જાપની સાધના માટે સેવા-પૂજાનો અલગ ઓરડો રાખવો. આ ઓરડો એવો હોય કે જેમાં બીજાં કોઈ સાંસારિક કાર્યો ન કરવામાં આવતાં હોય. આમ કરવાથી વાતાવરણની પવિત્રતા જળવાય છે. ઓરડામાં ઇષ્ટદેવ, ગુરુ કે સંતોના ફોટા રાખવાથી મનની પવિત્રતા જાળવવામાં સરળતા પડે છે. પ્રવૃત્તિમય કાળ દરમ્યાન, મંત્ર બોલવાની કે પ્રભુનામના રટણની સિદ્ધિ કરવા શરૂઆતમાં, કોઈ પણ વસ્તુ ખાતાં-પીતાં પહેલાં પ્રભુનામ બોલવાનો નિયમ લેવો જેથી દસ-પંદર વખત તો પ્રભુનું નામ જીભ પર રમતું થઈ જાય. થોડા અભ્યાસ પછી તેમાં નીચે પ્રમાણે ધીમે ધીમે ઉમેરો કરતા જવું—
૩૮
(i)
(ii)
સવારે ઊંઘમાંથી ઊઠીને તરત અને રાત્રે સૂતી વખતે. ઘરમાંથી કોઈ પણ કાર્ય કરવા માટે બહાર જતી વખતે. (iii) નહાતી વખતે, ધોયેલાં કપડાં પહેરતી વખતે, ભાઈઓએ દાઢી કરતી વખતે અને બહેનોએ વાળ ઓળતી વખતે.
ક્રમિક અભ્યાસ દ્વારા જે આટલો આગળ વધી શકે તે ખરેખર મહાન સાધકની કક્ષામાં આવી જાય છે, કારણ કે એક દિવસની અંદર તે લગભગ સાઠ-સિત્તેર વખત પ્રભુનું નામ બોલતો થઈ જાય છે. આ વાત થઈ પ્રવૃત્તિ દરમ્યાન જાપની. આવો ભક્ત સાધક સવાર-સાંજ થઈ શાંતપણે ત્રણ માળાનો જાપ કરતો થાય. આગળ ઉપર, ધીમે ધીમે પ્રબુદ્ધ ભક્ત તો જેમનું નામ તે જપે છે તેમનું સ્મરણ પણ કરતો થઈ જશે, કારણ કે નામ-નામી અભિન્ન છે. જેવી રીતે રાજાનું નામ બોલતાં તેના મહેલ, વૈભવ, લશ્કર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org