________________
ચિંતવન – ધ્યાન
ભૂમિકા :
જેમ જેમ સાધક ભક્તિમાર્ગની આરાધનામાં આગળ વધતો જાય છે તેમ તેમ તેના ભાવોની નિર્મળતા વધતી જાય છે અને તેના નિર્મળ ભાવવાળો ભક્ત પ્રભુનું ચિંતન-મનન-ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત કરતો જાય છે. અત્યાર સુધી સ્થૂળ એવી ઇન્દ્રિયોનાં આલંબનથી પ્રભુનો પરિચય કરતો હતો—જેમ કે કાન દ્વારા પ્રભુના મહિમાનું શ્રવણ કરતો હતો, જીભ દ્વારા મોટા ઉચ્ચારણથી તેમનું કીર્તન કરતો હતો અને આંખો, હાથ કે પગ દ્વારા પ્રભુનાં દર્શન-પૂજન, તીર્થાટન વગેરેમાં પ્રવર્તતો હતો. હવે નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ થતાં સૂક્ષ્મ એવા ચિત્ત દ્વારા ચિંતનનો અભ્યાસ કરે છે અને તેમાં સ્થિરતા સિદ્ધ થતાં ધ્યાનની દશાને પ્રાપ્ત કરે છે.
સાધના-પદ્ધતિ : ચિતવન-ધ્યાનની સાધનાના ત્રણ પેટા વિભાગ પાડી શકાય : (અ) જાપ : પહેલા વિભાગમાં, પ્રભુનો કે ગુરુનો વારંવાર અંતરમાં
મહિમા લાવી, વિશેષ પ્રયત્નપૂર્વક તેમના નામનો અથવા તેમણે
આપેલા મંત્રનો જાપ કરવાનો છે. (બ) ચિંતવન : જેમનું નામ જપીએ છીએ અથવા જે મંત્રનો જાપ કરીએ
છીએ, તેના અર્થને અનુરૂપ ચિંતવન કરવાનું છે. એટલે કે પ્રભુના કે ગુરુના સ્વરૂપને કે તેમના ગુણોને યાદ કરવાના છે. આને સ્મરણ પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org