________________
ભક્તિમાર્ગની આરાધના
પૂર્વે થયેલા મહામુનિઓએ પણ પ્રભુગુણ શા માટે ગાયા હશે એનો વિચાર કરીએ ત્યારે નીચેનાં શાસ્ત્રવચનોની અપૂર્વતા અને યથાર્થતાનો ખ્યાલ આવે છે :
૧. “જેમની અજ્ઞાનાદિ ગ્રંથિ છેદાઈ ગઈ છે તેવા આત્મા નંદનિમગ્ન મુનિજનો, કે જેમને કાંઈ કરવું બાકી રહ્યું નથી તેઓ પણ ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે, કારણ કે એવા જ (અચિન્ય માહાત્મવાળા) ભગવાનના ગુણો છે.”
૨. “મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો.”
વર્તમાનકાળના સંદર્ભમાં સંકીર્તન-ભક્તિ : છેલ્લા લગભગ પાંચ દાયકાઓમાં ભૌતિક વિજ્ઞાને કરેલી અસાધારણ પ્રગતિ અને પાશ્ચાત્ય વિચારસરણીની અસર હેઠળ આપણા દેશની ઘણી સુંદર સંસ્કારપ્રણાલીઓ ઘસાતી જતી જણાય છે. આમાંની એક અગત્યની પ્રણાલી તે સંકીર્તન-પ્રણાલી છે. ભારતીય સંસ્કૃતિના હિતચિંતકો માટે ગંભીરપણે આ બાબતનો વિચાર કરવાનો સમય પાકી ગયો છે. આપણે સૌએ મળીને એવું આયોજન કરવું જોઈએ કે જેથી ભાવિ પેઢીઓને નવા નવા સંકીર્તનકારો મળતાં રહે અને તે માટેનું સામાજિક, આર્થિક, બૌદ્ધિક અને શૈક્ષણિક સ્તરે યોગ્ય આયોજન થાય.
આપણા જીવનને સાત્વિક્તા અને શાંતિ આપનાર એવા પ્રભુ-ગુરુ-કીર્તનને આપણા રોજબરોજના જીવનમાં વણી લઈએ એ જ અભ્યર્થના !
૧. શ્રીમદ્ ભાગવત : ૧-૭-૧૦ ૨. શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૨૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org