________________
વન્દન - સેવન
૩૪
(૪) વાંચન-લેખન-ચિંતન-મનન અને સત્સંગાદિમાં પ્રવૃત્ત થવાથી ઘર-કુટુંબાદિકની મમતા પરમાર્થથી ઘટશે અને સંયમમાર્ગમાં આગળ વધવાની યોગ્યતા પ્રાપ્ત થશે.
આ અને આવા બીજા અનેક લાભોની સંભાવના હોવાને લીધે ભક્તજનોને માટે પચાસ વર્ષની શરીરઅવસ્થા બાદ, એક પ્રકારે આ વાનપ્રસ્થ આશ્રમ'નો સહજ-સરળ અવસર બની રહેશે, ભગવદ્ભક્તોની સેવાનો લાભ મળશે અને સ્વ-પર-કલ્યાણની સિદ્ધિ ત્વરાથી થશે. સપુરુષોની વન્દના-સેવા-પૂજા ઇત્યાદિના માહાંલ્મ વિશે પૂર્વાચાર્યો અને સંતોએ શું કહ્યું છે તે હવે આપણે વિચારીએ :
(હરિગીત) ૧. જિનવર ચરણકમળ નમે, જે પરમ ભક્તિરાગથી; તે જન્મવેલી-મૂળ છે દે, ભાવ ઉત્તમ શસ્ત્રથી.
– ભાવપ્રાભૃત ૧૫૩/–શ્રી કુંદકુંદાચાર્ય ૨. દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ ને તપ; દાન-આ છ અનુષ્ઠાનો, ગૃહસ્થીના દિને દિને.
– શ્રી પદ્મનંદપિદિપંચવિંશતિ : ૬-૭
(દોહરા) ૩. મોક્ષમાર્ગના નેતા છે જે, કર્મશેલના ભેદનહાર, વિશ્વતત્ત્વના જાણનારને, વન્દુ તર્ગુણ પ્રામિ નિદાન
સર્વાર્થસિદ્ધિ : મંગલાચરણ-શ્રી પૂજ્યપાદસ્વામી (ચોપાઈ)
૧. કર્મરૂપી પર્વતને. ૨. તેમના ગુણોની પ્રાપ્તિ માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org