________________
શ્રવણ-કીર્તન
૨
૨
કીર્તનની સાધનાપદ્ધતિ :
સામાન્ય રીતે, યથોચિત મન-વચન-કાયાની શુદ્ધિ સહિત સંધ્યાકાળ પછીના સમયે આ સાધના કરવામાં આવે છે જેથી અન્ય મનુષ્યો પણ પોતપોતાના વ્યવસાયમાંથી નિવૃત્તિ મેળવી તેનો લાભ લઈ શકે. આવી સત્કથાના પણ બે પ્રકાર મુખ્ય છે : પહેલા પ્રકારમાં નાનાં નાનાં આધ્યાત્મિક પદો, ભજનો કે ધૂનો બોલાવવામાં આવે છે અને બીજો પક્ષ તેને ઝીલે છે. આવા ક્રમની સાધનામાં એકતારો, હાર્મોનિયમ કે એવા કોઈ સંગીતના મૂદુ સાધન સહિત મોટેથી ઉચ્ચારણ કરી પોતાના અને અન્યના ભાવોને જગાડવામાં આવે છે અને એ રીતે ચિત્તશુદ્ધિનો પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રકારને ભાવના અથવા ભજન કહીએ.
બીજા પ્રકારને પારાયણ કહીએ. અહીં કોઈ એક પ્રસિદ્ધ શાસ્ત્રનું ક્રમશઃ વાંચન કરવામાં આવે છે, અને મુખ્ય કથાકાર તે તે શાસ્ત્રના રહસ્યને જાણનાર, અનુભવી અને પ્રસિદ્ધ વક્તા હોય છે. આવું શાસ્ત્રપારાયણ દિવસમાં ત્રણ ક્લાકથી માંડીને છ ક્લાક સુધી સામાન્યપણે રાખવામાં આવે છે. એક સવારની અને એક બપોરની એમ બે કે ત્રણ બેઠકોમાં ધર્મવાર્તા સંભળાવવામાં આવે છે, જેમાં શાસ્ત્રોક્ત ચરિત્ર કે તત્ત્વને સમજાવવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મની પ્રણાલીમાં તો આ પ્રકાર પ્રસિદ્ધ છે જે, પરંતુ વીતરાગદર્શનમાં પણ સિદ્ધાંતજ્ઞોએ આ પ્રકારને સ્વાધ્યાયરૂપી તપના ચોથા અને પાંચમાં પેટાવિભાગરૂપે પ્રતિપાદિત કરી આમ્નાય (ઘોષ) અને ધર્મોપદેશના નામથી તેની પ્રસિદ્ધિ કરી છે.*
ઉત્તમ સંકીર્તનકાર એક વિરલ વિભૂતિઃ માત્ર ઉચ્ચ કોટિનો આત્મજ્ઞ સંત હોય તે જ ઉત્તમ સંકીર્તનકાર થઈ શકે છે, કારણ કે તેની વિશિષ્ટ સિદ્ધિ
* તત્ત્વાર્થસૂત્ર : ૯-૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org