________________
શ્રવણ-કીર્તન
૨૦
થઈ જાય છે, તેમ જો ધર્મશ્રવણાદિ દ્વારા આત્માને શુદ્ધ ન કરીએ તો અનેક સાંસારિક પ્રસંગ-પ્રપંચોથી મલિન થઈ તે દુઃખને પામે છે. આ કારણથી કથાશ્રવણ, પ્રભુગુણશ્રવણ કે શાસ્ત્રશ્રવણનો મોટો મહિમા પૂર્વાચાર્યોએ પ્રતિપાદિત કર્યો છે, જેમ કે –
(૧) જે (મનુષ્ય તત્ત્વ પ્રત્યે) પ્રીતિવાળું ચિત્ત કરીને ધર્મની વાર્તા પણ સાંભળે છે તે ભવ્ય ખરેખર ભાવિમાં નિર્વાણને પાત્ર થાય છે.
– શ્રી પદ્મનંદિપંચવિશતિ : ૪-૨૩
(રાગ ધનાશ્રી) ૨. ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે...ગિ.
– શ્રીમદ્ યશોવિજયજીકૃત ચોવીશી.
(દોહરા) ૩. શ્રવણથી જાણે ધર્મને, શ્રવણથી કુબુદ્ધિ જાય, શ્રવણથી પામે જ્ઞાનને, શ્રવણથી મુકિત થાય,
– પ્રાચીન સૂક્તિ-સંગ્રહ
(ચોપાઈ) ૪. જાને બિનુ ન હોઈ પરતીતિ,
બિનુ પરતીતિ હોઈ ન પ્રીતિ | પ્રીતિ બિના નહિ ભગતિ દિઢઈ, જિમિ ખગેસ જલમેં ચિકનાઈ છે.
– શ્રીરામચરિતમાનસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org