________________
૩
ભૂમિકા અને વ્યાખ્યા
આ બે પ્રકારની ભક્તિ આરાધના નવધા ભક્તિના પાયારૂપ છે. શ્રવણ શબ્દ ‰ ધાતુ ઉપરથી બનેલો છે અને પ્રીતિપૂર્વક પ્રભુના ગુણોનું અને ચારિત્રનું સાંભળવું તેમાં અભીષ્ટ છે. સર્વ આર્યદર્શનોમાં શ્રવણનું ખૂબ માહાત્મ્ય છે. વીતરાગદર્શનમાં ગૃહસ્થને શ્રાવક શબ્દથી સંબોધવામાં આવેલ છે. જે મનુષ્ય દરરોજ ઉત્તમ આચાર અને ઉત્તમ વિચાર સંબંધી ઉપદેશ પ્રેમથી શ્રવણ કરે છે (અને યથાશક્તિ તેને જીવનમાં ઉતારે છે) તેને શ્રાવક કહેવામાં આવે છે. અન્યત્ર પણ શાસ્ત્રકારોએ ‘પ્રત્યનૢ ધર્મત્રવળમિતિ'૧ તથા ‘નિત્યં ભાવતું બ્રૂનુ’એ ઇત્યાદિ આજ્ઞાઓ કરીને ગૃહસ્થાશ્રમમાં રહેલા સાધકોને ભગવત્સંબંધી ઉપદેશ સાંભળવાની આજ્ઞા કરેલી છે.
૧.
*
નવધા ભક્તિની આરાધના
શ્રવણ - કીર્તન
શ્રવણ
સામાન્ય મનુષ્યને ધર્મનો બોધ પ્રથમ તો કથારૂપે જ ગ્રાહ્ય બને છે* અને પછી જેમ તેની પાત્રતા વધે તેમ સૂક્ષ્મતત્ત્વનો બોધ ગ્રહણ કરવાની રુચિ અને શક્તિ તેનામાં વૃદ્ધિાંત થાય છે; તેથી પવિત્ર પુરુષોનાં ચરિત્રોને સાંભળવાની અને સંભળાવવાની પ્રથા આપણા સમાજમાં પ્રાચીન કાળથી જ ચાલી આવે છે. આ પ્રકારે પૂર્વે થયેલા મહાન તીર્થંકરો, આચાર્યો, ઋષિ
:
Jain Education International
ધર્મબિન્દુ-પૃ. ૭૨ (શ્રીમાન હરિભદ્રસુરિ)
આ કારણથી જૈનદર્શનમાં પવિત્ર પુરુષોનાં ચરિત્રોનું વર્ણન કરનાર શાસ્ત્રોને પ્રથમાનુયોગ એવું નામ આપેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org