________________
ભક્તિમાર્ગની આરાધના
મુનિઓ, ભગવદ્ભક્તો, દૈવી સંપત્તિવાળા પુરુષો કે યોગીશ્વરોનાં ચરિત્રો સાંભળીએ ત્યારે તેઓનાં શાન, ધ્યાન, સંયમ, ભક્તિપરાયણતા, સાત્ત્વિક્તા, પરોપકાર, ક્ષમા, વિનય, સમાધિ, વિશ્વમૈત્રી આદિ અનેક ગુણોનું પ્રત્યક્ષ આચરણ બતાવતા પ્રસંગોનું પ્રેમપૂર્વક શ્રવણ કરવાથી આપણા જીવનમાં તેમના પ્રત્યે પ્રીતિ પ્રગટે છે અને દિવસે દિવસે વધતી જાય છે. આવા સદ્ગુણો પ્રગટાવવાની શ્રવણધર્મ વડે આપણને રુચિ ઊપજે છે અને અનેક સંકટો આવવા છતાં પણ પોતાના સત્યમાર્ગથી ચલિત ન થવાની તે મહાપુરુષોની વૃત્તિ, આપણને પણ આરાધનાના માર્ગમાં દૃઢપણે વળગી રહેવાની પ્રેરણા આપે છે.
૧૯
અવધર્મની આરાધના અને અગત્ય : પ્રારંભિક સાધનાકાળમાં રહેલા ભક્તજને ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વાર કે બે વાર (શનિવાર-રવિવાર), સત્કથા (પ્રવચન-સ્વાધ્યાય) સાંભળવા જવું જોઈએ. ત્યાર પછી જેમ જેમ તેને તે કથામાં રસ વધતો જશે અને શાંતિનો અનુભવ થતો જશે તેમ તેમ તે વધારે દિવસો કથાશ્રવણ કરશે અને એક દિવસ નિયમિત સાધક બની જશે. ઘણી વાર કથામાં જવાનો સમય નથી મળતો એમ બહાનું કાઢવામાં આવે છે, પણ તે ખરું જોતાં યોગ્ય નથી. બીજાં કાર્યોમાંથી થોડો થોડો સમય બચાવી દૃઢતાપૂર્વક શ્રવણધર્મમાં પ્રવૃત્ત થવાનો નિર્ધાર કરવો એ જ શ્રેયસ્કર છે, સત્કથાનો પૂરો લાભ મળે તે માટે સત્કથાના સ્થળે પાંચ-દસ મિનિટ વહેલા પહોંચી વિનય-પૂર્વક પોતાને યોગ્ય સ્થાને બેસી, બીજા સંસારી ભાવોને ગૌણ કરીને એકાગ્રતાથી સાંભળી તત્ત્વને ગ્રહણ કરવાથી શીઘ્ર આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય છે.
જેવી રીતે શરીરને ટકાવી રાખવા માટે દરરોજ ભોજનની આવશ્યક્તા છે, તે પ્રમાણે આત્માની ઉજ્જવળતા ટકાવી રાખવા માટે ધર્મ સંબંધી ઉપદેશ સાંભળવાની આવશ્યક્તા છે. થોડો વખત ઓરડો ન વાળીએ તો તે અવાવરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org