________________
૧૫
ભક્તિમાર્ગની આરાધના
અને ગુરુનાં વચનમાં દઢ શ્રદ્ધા રાખવી. વળી તેમનો વારંવાર સમાગમ કરી, ગુરુગમ દ્વારા પ્રાપ્ત થયેલી સુયુક્તિથી અને ગુણાનુરાગથી ગુણગ્રાહકપણે કેળવવું, જેથી થોડા કાળમાં જ ભક્તિમાર્ગની આરાધનામાં દૃઢ નિષ્ઠા ઉત્પન્ન થશે. આ પ્રમાણે ભક્તિયુક્તિ-શક્તિના ત્રિવેણી સંગમથી શુદ્ધ અને દેઢ શ્રદ્ધાનો ઉદય થાય છે.
મનોવિજ્ઞાનનો એવો નિયમ છે કે મનુષ્યને જે વ્યક્તિ કે વસ્તુમાં અંતરંગ શ્રદ્ધા હોય, એટલે કે આ વ્યક્તિ કે વસ્તુથી મને અવશ્ય ખૂબ લાભ થશે એવી આંતરિક માન્યતા દઢ થઈ હોય, તે વ્યક્તિ કે વસ્તુનું તેને ચિતંન કે સ્મરણ રહ્યા જ કરે છે. મતલબ કે “આ મારું છે,” “મને હિતકર છે” એવી બુદ્ધિ (આપ્તપણાનો ભાવ) જ્યાં ઊપજી ત્યાં તે વ્યક્તિ કે વસ્તુમાં પ્રીતિ ઊપજતી જાય છે જે થોડા વખતમાં વર્ધમાન થઈ તન્મયતાને પ્રાપ્ત કરાવે છે.
રોજ-બ-રોજના જીવનમાં આ પ્રકારે બનતાં ઘણાં દૃષ્ટાંતો આપણે પ્રત્યક્ષ પણ અનુભવીએ છીએ અને શાસ્ત્રોમાં પણ તેનું વિશદ વર્ણન આવે છે. આપણી દીકરી કે બહેનનું સગપણ નક્કી થઈ જતાં તેના વ્યક્તિત્વમાં જે આમૂલ પરિવર્તન આવે છે તેનાથી આપણે સુપરિચિત છીએ. તેની ભક્તિ, યુક્તિ અને શક્તિએ તેના અંતરંગ પ્રેમની દિશાને એવો વળાંક આપ્યો છે કે તેની સ્મૃતિ હવે આપણા ઘર કરતાં તેના ભાવિ ઘરમાં વિશેષપણે રહ્યા કરે છે. આવો બનાવ જેના જેના જીવનમાં બને છે તેના જીવનમાં આવું જ પરિવર્તન આવે છે. જંગલમાં દૂર દૂર ચારો ચરતી. ગાયની દૃષ્ટિ વાછરડામાં, પાંચ-સાત સાહેલીઓ સાથે વાતો કરતી પનિહારીની નજર તેના બેડામાં, દોરડા પર નાચ કરતા નટની નજર સમતુલા જાળવવામાં અને લોભીની નજર જેમ પૈસામાં નજરાયા વગર રહેતી નથી તેમ જે ભક્તના હૃદયમાં શ્રદ્ધા જાગી ગઈ છે તેની દૃષ્ટિ પણ તેના આરાધ્ય આપ્ત)થી નજરાય છે. મતલબ કે તેને વારંવાર પોતાના ઈષ્ટનું સ્મરણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org