________________
ભક્તિના વિવિધ પ્રકારો
આગળના પ્રકરણમાં ભક્તિ કોની કરવી અને શા માટે કરવી એ પ્રશ્નનું સમાધાન થયું. હવે આ અને આગળનાં પ્રકરણોમાં ભક્તિના સામાન્યપણે ક્યા ક્યા પ્રકારો છે, તે તે પ્રકારોને કઈ કઈ રીતે રોજબરોજના જીવનમાં અપનાવવાં, તેમ કરવામાં શું શું વિઘ્નો નડવા યોગ્ય છે, તે વિઘ્નો દૂર કરવા માટે ભક્ત કઈ રીતે પ્રયત્નવાન થાય છે અને આમ ભક્તિમાર્ગનાં ઉપર-ઉપરનાં સોપાનોને સર કરતો થકો તે કઈ રીતે પરાભક્તિને પામે છે એ ઈત્યાદિ ભક્તિમાર્ગની આરાધનાની ક્રમિક, મનોવૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક વિચારણા, આધ્યાત્મિક દૃષ્ટિકોણને મુખ્ય રાખીને હવે આપણે શરૂ કરીએ છીએ.
ભક્તિના વિવિધ પ્રકારો (અ) અધ્યાત્મદષ્ટિકોણથી વિચારતાં ભક્તિના મુખ્ય નવ પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. ૧ : શ્રવણ, કીર્તન, ચિંતવન, વન્દન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એક્તા. આ પ્રકારોની વિશેષ વિચારણા આગળનાં પ્રકરણોમાં કરીશું.
(બ) સાધનાપદ્ધતિમાં અવલંબનની મુખ્યતાથી કથન કરતાં ભક્તિના સગુણ અને નિર્ગુણ અથવા સાકાર અને નિરાકાર એવા બે ભેદો પ્રસિદ્ધ છે, સગુણભક્તિની સાધનાને સામાન્યપણે સરળ, સુખદ અને સીધી કહી છે, જ્યારે નિર્ગુણની સાધના કરવી દુષ્કર, કષ્ટસાધ્ય અને વાંકાચૂકા રસ્તાવાળી કહી છે. આ સહેલાઈથી સમજી શકાય છે કારણ કે સ્થૂળ અને મલિન બુદ્ધિવાળા મનુષ્યોથી નિરાલંબન આરાધના
૧. શ્રી સમયસારનાટક-૯-૮ અધ્યાત્મકવિ શ્રી બનારસીદાસજી. ૨. શ્રીમદ્ ભગવદ્ગીતા-૧૨-૨, ૩, ૪, ૫. *
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org