________________
૧
ભૂમિકા :
આત્મકલ્યાણની શ્રેણીને પામવા માટે ભારતીય તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય ત્રણ પ્રકારની સાધનાપદ્ધતિઓનો સ્વીકાર કરેલો જોવામાં આવે છે : ભક્તિમાર્ગની સાધના, જ્ઞાનમાર્ગની સાધના અને યોગમાર્ગની સાધના. પ્રાથમિક ભૂમિકાઓમાં ચિત્તશુદ્ધિને માટે નિઃસ્વાર્થ સેવાને પણ ઉપકારી જાણીને ઘણા તત્ત્વવિચારકોએ નિષ્કામ કર્મયોગને પણ એક વિશિષ્ટ સાધનાપદ્ધતિ તરીકે સ્વીકારેલ છે.
વ્યાખ્યા :
ભક્ત અને ભગવાન
પ્રસ્તુત ગ્રંથમાં અધ્યાત્મ દૃષ્ટિકોણને મુખ્ય રાખીને આપણે ભક્તિમાર્ગની આરાધનાની સર્વતોમુખી વિચારણા કરવાના છીએ . પરમાત્મા પ્રત્યેના દિવ્ય પ્રેમને ભક્તિ કહેવામાં આવે છે.૧,૨ આ પ્રેમભક્તિની આરાધના દરમ્યાન જ્યારે આ લોકની અને પરલોકની સર્વ ઇચ્છાઓનો ત્યાગ કરવામાં આવે છે ત્યારે તે નિર્મળ ભક્તિ શીઘ્ર ચિત્તશુદ્ધિનું કારણ બને છે અને સાધક-ભક્ત આત્મકલ્યાણના માર્ગે ત્વરિત ગતિથી પ્રયાણ કરી શકે છે. આ કક્ષાએ બે વસ્તુ સારી રીતે જાણી લેવી જોઈએ : (૧) ભક્ત કેવા હોય, અને (૨) ભગવાન (ઉપલક્ષથી ગુરુ અને શાસ્ત્ર) કેવા હોય. પ્રથમ ભક્તના સ્વરૂપનો વિચાર કરીએ : ૧. તે ભક્તિ પરમાત્મામાં પરમ પ્રેમ કરવારૂપ છે, કોઈ સુપાત્રમાં ક્યારેક પ્રગટે છે, અતિસૂક્ષ્મ અને અનુભવરૂપ છે.
૨.
- ભક્તિસૂત્ર નં. ૨-૫૩-૫૪ : શ્રી નારદજી વિરચિત. પરમાત્મા (અરિહંત), આચાર્ય, વિશિષ્ટ શાસ્ત્રજ્ઞ તથા પ્રવચન પ્રત્યે વિશુદ્ધ પ્રેમ તે ભક્તિ છે.~ સર્વાર્થસિદ્ધિ ૬-૨૪ : શ્રી પૂજ્યપાદ સ્વામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org