________________
અસમાધિસ્થાનો (Ho...સૂત્ર) . ૧૨૧ ___ गांथात्रयम्, अस्य व्याख्या-समाधानं समाधि:-चेतसः स्वास्थ्यं मोक्षमार्गेऽवस्थितिरित्यर्थः, न समाधिरसमाधिस्तस्य स्थानानि-आश्रया भेदाः पर्याया असमाधिस्थानान्युच्यन्ते-देवदवचारी दुयं दुयं निरवेक्खो वच्चंतो इहेव अप्पाणं पवडणादिणा असमाहीए जोएइ, अन्ने य सत्ते वहेंतो असमाहीए जोएइ, सत्तवहजणिएण य कंमुणा परलोएवि अप्पाणं असमाहीए जोएइ, अतो द्रुत२ गन्तृत्वमसमाधिकारणत्वादसमाधिस्थानम्, एवमन्यत्रापि यथायोगं स्वबुद्ध्याऽक्षरगमनिका कार्येति 5 १, अपमज्जिए ठाणे निसीयणतुयट्टणाइ आयरंतो अप्पाणं विच्छुगडंकादिणा सत्ते य संघट्टणादिणा असमाहीए जोएइ २, एवं दुपमज्जिएवि आयरंतो ३, अइरित्ते सेज्जाआसणिएत्ति अइरित्ताए सेज्जाए घंघसालाए अण्णेवि आवासेंति अहिगरणाइणा अप्पाणं परे य असमाहीए जोएड्,
# વીસ અસમાધિસ્થાનો જ આ વીસ સ્થાનોની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી – સમાધિ એટલે ચિત્તનું સ્વાચ્ય, અર્થાત્ 10 મોક્ષમાર્ગમાં રહેવું. (એટલે કે મોક્ષમાર્ગમાંથી ચલિત ન થવું, સ્થિર રહેવું.) આવી સમાધિ ન રહેવી તે અસમાધિ. તેના જે સ્થાનો તે અસમાધિસ્થાનો. અહીં સ્થાન એટલે આશ્રય, ભેદ કે પર્યાય. (૧) દ્રવ-દ્રવચારી ઃ નિરપેક્ષ એવો = જીવો મરી જશે, હું પડી જઈશ વિગેરે કોઈપણ પ્રકારની ચિંતા વિનાનો શીધ્ર ચાલનારો સાધુ પડી જવા વિગેરેને કારણે પોતાને અસમાધિમાં નાખે છે, અને પડવા વિગેરેને કારણે ત્યાં રહેલા જીવોની હિંસા કરતો તે અન્ય જીવોને પણ અસમાધિમાં નાખે છે. તથા 15 જીવોની હિંસાથી ઉત્પન્ન થયેલા કર્મોને કારણે પરલોકમાં પણ પોતાને અસમાધિમાં નાખે છે. માટે શીધ્ર ચાલવું એ અસમાધિનું કારણ હોવાથી અસમાધિસ્થાન છે. આ જ પ્રમાણે બીજા વિગેરે સ્થાનોમાં પણ યથાયોગ્ય=જ્યાં જે રીતે ઘટતો હોય તે રીતે પોતાની બુદ્ધિથી અક્ષરાર્થ કરવા યોગ્ય છે.
(૨) અપ્રમાર્જન : પ્રમાર્યા વિનાના સ્થાનમાં બેસવું, સૂવું વિગેરે કરતો સાધુ વીંછીના ડંખ વિગેરેને કારણે પોતાને અને સંઘટ્ટણ વિગેરેને કારણે બીજા જીવોને અસમાધિમાં નાખે છે. 20 (૩) આ જ પ્રમાણે દુષ્પમાર્જિત સ્થાનમાં પણ બેસવું વિગેરેને કરતા સાધુ માટે સમજી લેવું. (૪) અતિરિક્ત શય્યા–આસન : ધર્મશાળાના હોલ જેવા અતિરિક્ત-મોટા સ્થાનમાં (રહેવા માટેની જગ્યા મોટી હોવાથી) બીજા બાવા, મુસાફરો વિગેરે પણ આવે. ત્યારે તે બાવા વિગેરેની સાથે સાધુનો (કોઈ બાબતમાં) ઝઘડો વિગેરે થવાથી તે સાધુ પોતાને અને બીજાને અસમાધિમાં નાખે છે. (તેથી આવા મોટા સ્થાનમાં રહેવું તે પણ અસમાધિનું કારણ બને.) એ જ રીતે પીઠ–ફલક 25 ६. द्रुतद्रुतचारी द्रुतं द्रुतं निरपेक्षो व्रजन् इहैवात्मानं प्रपतनादिनाऽसमाधिना योजयति अन्यांश्च सत्त्वान् वधन् असमाधिना योजयति, सत्त्ववधजनितेन च कर्मणा परलोकेऽपि आत्मानमसमाधिना योजयति १, अप्रमार्जिते स्थाने निषीदनत्वग्वर्तनाद्याचरन् आत्मानं वृश्चिकदंशादिना सत्त्वांश्च संघट्टनादिनाऽसमाधिना योजयति २, एवं दुष्प्रमाजितेऽप्याचरन् ३, अतिरिक्तशय्यासनिक इति अतिरिक्तायां शय्यायां घङ्घशालायां अन्येऽप्यावासयन्ति अधिकरणादिनाऽऽत्मानं परांश्चासमाधिना योजयति,
30