________________
૧૭૮
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
लोहजंघो भरुयच्छं विसज्जिओ, ते य चिंतेन्ति-एस एगदिवसेण एइ पंचवीसजोयणाणि, पुण २ सद्दाविज्जामो, एयं मारेमो, जो अण्णो होहिति सो गणिएहिं दिवसेहिं एहिति, एच्चिरंपिक सुहिया होमो, तस्स संबलं पदिण्णं, सो नेच्छइ, ताहे विहीए से दवावियं, तत्थवि से विससंजोया मोयगादिण्णा, सेसगं संबलं हरियं, सो कवि जोयणाणि गंता नदीतीरे खामित्ति जाव सउणो 5 वारेइ, उट्ठेत्ता पहाविओ, पुणो दूरं गंतुं पक्खाइओ, तत्थवि वारिओ ततियंपि वारिओ, तेण चिंतियं - भवियव्वं कारणेणंति पज्जोयस्स मूलं गओ, निवेइयं रायकज्जं, तं च से परिकहियं, अभओ विक्खणोत्ति सद्दाविओ, तं च से परिकहियं, अभओ तं अग्घाइडं संबलं भणइएत्थ दव्वसंजोएण दिट्ठीविसो सप्पो सम्मुच्छिमो जाओ, जड़ उग्घाडियं होंतं तो दिट्ठीविसेण सप्पेण રાજાઓ વિચારે છે કે “આ લોહબંધ એક જ દિવસમાં પચ્ચીસયોજન આવી જાય છે. (તેથી રાજાને 10 કંઈક નવું કામ પડશે અને) વારંવાર આપણને બોલાવશે. તેથી આ લોહજંઘને મારી નાંખીએ, જેથી એના સ્થાને જે બીજો આવશે તે ઘણા દિવસે પચ્ચીસયોજન દૂર રહેલ ભરૂચનગરે આવશે.
જેથી એટલા દિવસ આપણને શાંતિ રહેશે.’
ખંડિયા રાજાઓએ લોહબંધને મારવા માટે ભાતું આપ્યું. પરંતુ તે લેવા ઇચ્છતો નથી. ત્યારે સમજાવવાપૂર્વક(?) અપાવ્યું. તે ભાતામાં વિષથી યુક્ત મોદકો આપ્યા. એની પાસે બીજું જે ભાતું 15 હતું તે હરી લીધું. હવે તે કેટલાક યોજનો ગયા બાદ ‘હું ખાવા બેસું' એમ વિચારી નદીના કિનારે બેઠો. ત્યાં જેવો જમવાનું શરૂ કરે છે કે પક્ષી તેને અટકાવે છે, (અર્થાત્ પક્ષીનો અવાજ સાંભળીને કંઇક અપશુકન સમજીને તે પોતે ખાતા અટકે છે.) ત્યાંથી તે આગળ વધ્યો. ફરી થોડે દૂર જઈને ખાવાની શરૂઆત કરવા ગયો તેવામાં ત્યાં પણ પક્ષી અટકાવે છે. એ જ રીતે ત્રીજી વાર પણ અટકાવ્યો.
ત્યારે તેણે વિચાર્યું કે “નક્કી આમાં કો'ક કારણ હોવું જોઈએ.” તેથી તે હવે સીધો પ્રદ્યોત પાસે ગયો. પ્રથમ રાજકાર્યનું નિવેદન કર્યું અને સાથે પોતાના ભાતા અંગેની વાત પણ કરી. આ બાબતમાં અભય વિચક્ષણ છે એમ જાણી અભયને બોલાવ્યો. અને તેને વાત કરી. અભયે તે ભાતાને સુંઘીને કહ્યું – “આમાં અમુક દ્રવ્યનો સંયોગ કરેલ હોવાથી દૃષ્ટિવિષ સાપ ઉત્પન્ન થયો છે. જો તે આને ઉઘાડ્યું હોત તો દૃષ્ટિવિષ સર્પે તને કંશ્યો હોત.” “તો હવે તેનું શું કરવું ?” 25 ४३. लोहजो भृगुकच्छं प्रति विसृष्टः, ते च चिन्तयन्ति - एष एकदिवसेनायाति पञ्चविंशतियोजनानि, पुनः पुनः शब्दापयिष्यामहे, एनं मारयामः, योऽन्यो भविष्यति स बहुभिर्दिनैरायास्यति, इयच्चिरं कालं सुखिनो भविष्यामः, तस्मै शम्बलं प्रदत्तं स नेच्छति, तदा विधिना तस्मै दापितं, तत्रापि विषसंयुक्ता मोदकास्तस्मै दत्ताः, शेषं शम्बलं हृतं, स कतिचिद्योजनानि गत्वा नदीतीरे खादामीति यावच्छकुणो वारयति, उत्थाय प्रधावितः, पुनर्दूरं गत्वा प्रखादितस्तत्रापि वारितः तृतीयमपि वारितः, तेन चिन्तितं-भवितव्यं कारणेनेति 30 प्रद्योतस्य मूले गतो, निवेदितं राज्यकार्यं तच्च तस्मै परिकथितं, अभयो विचक्षण इति शब्दायितः, तच्च तस्मै परिकथितं, अभयस्तत् आघ्राय शम्बलं भणति - अत्र द्रव्यसंयोगेन दृष्टिविषः सर्पः संमूच्छिमो जातः, यद्युद्घाटितमभविष्यत्तदा दृष्टिविषेण सर्पेण
20