________________
૨૩૬ ૧ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) तिण्णि वारा सुयं पढियं एवं सत्तहिवि, रायाए पत्तियं, वररुईस्स दाणं वारियं, पच्छा सो ते दीणारे रत्तिं गंगाजले जंते ठवेइ, ताहे दिवसओ थुणइ गंगं, पच्छा पाएण आहणइ, गंगा देइत्ति एवं लोगो भणइ, कालंतरेण रायाए सुयं, सगडालस्स कहेइ-तस्स किर गंगा देइ, सगडालो
भणइ-जइ मए गए देइ तो देइ, कल्लं वच्चामि, तेण पच्चइगो पुरिसो विसज्जिओ-विगाले 5 पच्छन्नं अच्छस जं वररुई ठवेड तं आणेज्जासि. गएण आणिया पोलिया सगडालस्स दिण्णा,
गोसे नंदोवि गओ, पेच्छइ थुणंतं, थुए निब्बुडो, हत्थेहि पाएहि य जंतं मग्गइ, नत्थि, विलक्खओ जाओ, ताहे सगडालो पोट्टलियं रण्णो दरिसेइ, ओहामिओ गओ, पुणो छिद्दाणि मग्गइ યક્ષદિન્ના એમ ત્રણ જણા બોલવાથી) ત્રણ વાર સાંભળતા ભૂતા પણ તે જ કાવ્ય બોલે છે. આ
રીતે ભૂતદિના વિગેરે સાતે દીકરીઓ પાસે ક્રમશઃ તે જ કાવ્ય રાજા સાંભળે છે. તેથી રાજાને 10 વિશ્વાસ બેસે છે કે વરરુચિ કોઈ નવું કાવ્ય બોલતો નથી પણ, બધા લોકોમાં જે પ્રસિદ્ધ જ છે એવું લૌકિકકાવ્ય જ બોલે છે. તેથી વરરુચિને મળતી દિનારો રાજાએ અટકાવી.
રાજા પાસેથી મળેલી તે દિનારોને વરરુચિ રાત્રિના સમયે ગંગાનદીમાં અંદર યંત્ર ગોઠવીને તેમાં (તે દીનારોને) મૂકે છે. અને દિવસે ગંગાનદીની સ્તુતિ કરે છે. સ્તુતિ કર્યા બાદ એવી રીતે
ભૂમિ ઉપર પગ પછાડે છે કે જેથી નદીના પાણીમાંથી દીનારો નીકળીને બહાર આવે છે. આ 15 જઈને લોકો પરસ્પર એવી વાતો કરે છે કે વરરુચિને ગંગાનદી દીનાર આપે છે. થોડા સમય
પછી આ સમાચાર રાજાએ સાંભળ્યા. રાજાએ મંત્રીને કહ્યું – “વરરુચિને ગંગા દીનાર આપે છે.” ત્યારે શકટાલે જવાબ આપ્યો કે – “જો મારી સામે ગંગાનદી દીનાર આપે તો હું માનું. હું આવતી કાલે ત્યાં જઈશ.”
તે પહેલાં મંત્રીએ એક વિશ્વાસુ માણસને આ પ્રમાણે કહીને ત્યાં મોકલ્યો કે “સાંજના સમયે 20 ગુપ્તપણે તારે ત્યાં રહેવું અને વરરુચિ જે કંઈ ત્યાં રાખે તે લઈ આવવું.” માણસ ત્યાં ગયો અને
દીનારની પોટલી લઈ શકટાલમંત્રીને આપી. બીજા દિવસે સવારે નંદરાજા પણ ત્યાં ગયો. સ્તુતિ કરતા વરરુચિને જુએ છે. સ્તુતિ કર્યા બાદ (જયારે યંત્ર ઉપર પગ પછાડવા છતાં દીનાર પાણીમાંથી નીકળતી નથી એટલે તે) પાણીમાં ડૂળ્યો. પાણીમાં હાથ–પગદ્વારા યંત્રને શોધે છે. (અર્થાત્ યંત્ર
પાસે મૂકેલી દીનારની પોટલીને શોધે છે.) પરંતુ મળતી નથી. તેથી તે વિલખો પડ્યો. ત્યારે 25 શકટાલમંત્રી તે પોટલી રાજાને બતાવે છે. તે વરરુચિ અપમાનિત થયો. મંત્રીએ મારું બધું બગાડ્યું
२. त्रिणि वाराः श्रुतं पठितं एवं सप्तभिरपि, राज्ञा प्रत्ययितं, वररुचये दानं वारितं, पश्चात्स तान् दीनारान् रात्रौ गङ्गाजले यन्त्र स्थापयति, तदा दिवसे स्तौति गङ्गां पश्चात्पादेनाहन्ति, गङ्गा ददातीत्येवं लोको भणति, कालान्तरेण राज्ञा श्रुतं, शकटालाय कथयति-तस्मै किल गङ्गा ददाति, शकटालो भणति-यदि मयि गते
ददाति तर्हि ददाति, कल्ये व्रजावः, तेन प्रत्ययितः पुरुषो विसर्जितो, विकाले प्रच्छन्नं तिष्ठ यद्वररुचिः 30 स्थापयति तदानयेः, गतेनानीता पोट्टलिका शकटालाय दत्ता, प्रत्यूषसि नन्दोऽपि गतः, प्रेक्षते स्तुवन्तं,
स्तुत्वा मग्नः हस्ताभ्यां पादाभ्यां च यन्त्रं मार्गयति, नास्ति, विलक्षो जातः, तदा शकटालः पोट्टलिकां राज्ञे दर्शयति, अपमानितो गतः, पुनः छिद्राणि मार्गयति