________________
સિદ્ધોની આશાતનાઓ (TTFo... સૂત્ર) ૨ ૩૨૫ जाणाइअणुवरोहकअघातिसुहपायवस्स वेयाए । तित्थंकरनामाए उदया तह वीयरायत्ता ॥३॥ सिद्धानामाशातनया, क्रिया पूर्ववत्-सिद्धाणं आसायण एव भणंतस्स होइ मूढस्स । नत्थी निच्चेट्ठा वा सइवावी अहव उवओगे ॥१॥ रागद्दोसधुवत्ता तहेव अण्णान्नकालमुवओगो । दंसणणाणाणं तू होइ असव्वण्णुया चेव ॥२॥ अण्णोण्णावरणाहव एगत्तं वावि णाणदंसणओ। भण्णइ नवि एएसिं दोसो एगोवि संभवइ ॥३॥ अत्थित्ति नियम सिद्धा सद्दाओ चेव गम्मए एयं। 5 દર્શન અને ચારિત્રને કોઈપણ જાતનું નુકશાન નહીં કરનાર એવા અઘાતિસુખપાદપો એટલે કે શાતાવેદનીય અને ઉપલક્ષણથી યશકીર્તિ વિગેરે કર્મોનો ક્ષય કરવા માટે, તથા તીર્થંકરનામકર્મના ઉદયને લીધે તેઓ દેવકૃત સમવસરણ વિગેરે પૂજાને ભોગવે છે. અધાતિકર્મોના ક્ષય માટે તીર્થકરોને આ સિવાય અન્ય ઉપાય નથી. વળી, આ રીતે પૂજાને ભોગવવા છતાં તેમના જ્ઞાનાદિને કોઇ હાનિ થતી નથી, કારણ કે તીર્થંકર નામકર્મના ઉદયથી ચામરાદિપૂજાને તીર્થકર અનુભવે છે. અને 10 તીર્થકરનામકર્મનું ફળ બીજું કઈ નહીં પણ ત્રણ લોકની પૂજયતા જ છે. તથા પોતે વીતરાગ હોવાથી આવી દેવપૂજાને ભોગવવા છતાં પણ તેઓ તેમાં લેવાતા નથી.
| (૨) સિદ્ધોની આશાતનાના કારણે જે અતિચાર... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. (૧) આગળ કહેશે તે પ્રમાણે બોલતા મૂઢ જીવને સિદ્ધોની આશાતના થાય છે. તે આ પ્રમાણે – પ્રત્યક્ષ વિગેરે પ્રમાણથી અગ્રાહ્ય હોવાથી સિદ્ધો નથી. અથવા સિદ્ધો છે પરંતુ સદા પથ્થરની જેમ ચેષ્ટા 15 વિનાના છે. (કેવલજ્ઞાનનો ઉપયોગ હોવાથી સિદ્ધો પથ્થર જેવા નિષ્યષ્ટ નથી. એવું જો તમે કહેતા હો તો –) જો સિદ્ધો ઉપયોગવાળા હોય તો (૨) દરેક વસ્તુમાં ઉપયોગ હોવાથી સતત રાગદ્વેષ થવાના જ. વળી જ્ઞાન-દર્શનનો ઉપયોગ તમે જુદા જુદા સમયે માનેલો હોવાથી સિદ્ધોની અસર્વજ્ઞતા જ પ્રાપ્ત થાય છે. (૩) (વળી – જ્ઞાનકાળે દર્શન થતું નથી અને દર્શનસમયે જ્ઞાન થતું નથી તેનું કારણ શું? – તેના કારણ તરીકે જ્ઞાનાવરણ કે દર્શનાવરણ નથી, કારણ કે તેનો 20 સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. તેથી એના સિવાય બીજું કારણ ન હોવાથી માનવું જ પડે કે જ્ઞાનકાળે જ્ઞાન દર્શનને ઢાંકે છે અને દર્શનકાળે દર્શન જ્ઞાનને ઢાંકે છે. આમ) જ્ઞાન-દર્શન બંને એકબીજાના આવારક માનવા રહ્યા.
અથવા (જો તમે આ બંનેને એકબીજાના આવારક ઇચ્છતા નથી તો જ્ઞાન-દર્શન બંને એકસમયે પ્રર્વતવા જોઈએ. અને એવું થતાં) બંનેનું એકપણું થઈ જશે. (આ પ્રમાણે પૂર્વપક્ષે પોતાનો મત 25 રજૂ કર્યો. હવે ઉત્તરપક્ષ) જવાબ આપે છે. સિદ્ધોને તમે કહેલામાંથી એક પણ દોષ સંભવતો નથી. (૪) (તે આ પ્રમાણે કે) “સિદ્ધ’ એ પ્રમાણેના શબ્દથી જ આ જણાય છે કે સિદ્ધો નિયમથી છે. ९२. ज्ञानाद्यनुपरोधकाघातिसुखपादपस्य वेदनाय । तीर्थकरनाम्न उदयात् तथा वीतरागत्वात् ॥३॥ सिद्धानामाशातना एवं भणतो भवति मूढस्य । न सन्ति निश्चेष्टा वा सदा वाऽपि उपयोगेऽथवा ॥१॥ ध्रुवरागद्वेषत्वात्तथैवान्यान्यकाल उपयोगात् । दर्शनज्ञानयोस्तु भवत्यसर्वज्ञतैव ॥२॥ अन्योऽन्यावरणाथवा 30 तत् एकत्वं वाऽपि ज्ञानदर्शनयोः । भण्यते नैवैतेषां दोष एकोऽपि संभवति ॥३॥ सन्तीति नियमतः सिद्धाः शब्दादेव गम्यन्ते एतत् ।