________________
શ્રુત ભણતા ટાળવાના દોષો (પામ૦... સૂત્ર) * ૩૩૫ ह्युपाध्यायसंदिष्टो य उद्देशादि करोति, आशातना त्वियं- निर्दुःखसुखः प्रभूतान् वारान् वन्दनं " दापयति, उत्तरं तु - श्रुतोपचार एषः क इव तस्यात्र दोष इति
जं वाइद्धं वच्चामेलियं हीणक्खरियं अच्चक्खरियं पयहीणं विणयहीणं घोसहीणं जोगहीणं सुद्बुदिन्नं दुट्टु पडिच्छियं अकाले कओ सज्झाओ काले न कओ सज्झाओ असज्झाइए सज्झाइयं सज्झाइए न सज्झाइयं तस्स मिच्छामि दुक्कडं (सूत्रं )
ऐए चोद्दस सुत्ता पुव्विल्लिया य एगूणवीसंति एए तेत्तीसमासायणसुत्तत्ति । एतानि चतुर्दश सूत्राणि श्रुतक्रियाकालगोचरत्वान्न पौनरुक्त्यभाञ्जीति, तथा दोषदुष्टं श्रुतं यत्पठितं तद्यथाव्याविद्धं विपर्यस्तरत्नमालावद्, अनेन प्रकारेण याऽऽशातना तया हेतुभूतया यो ऽतिचारः कृतस्तस्य मिथ्यादुष्कृतमिति क्रिया, एवमन्यत्रापि योज्या, व्यत्याम्रेडितं कोलिकपायसवत्, हीनाक्षरम्— રજા અપાયેલ જે સાધુ ઉદ્દેશ વિગેરે કરે તે વાચનાચાર્ય જાણવો. આશાતના આ પ્રમાણે – (સામેવાળી 10 વ્યક્તિના = શિષ્યના) સુખ-દુઃખને જાણી ન શકતો આ કેટલી બધી વાર વંદન કરાવે છે. ઉત્તર : વાચનાચાર્ય વાચના સાંભળવા ઉપસ્થિત સાધુવર્ગ પાસે વારંવાર વંદન કરાવે તે શ્રુતનો વિનય છે. તેથી આ રીતે કરતા વાચનાચાર્યને વળી કયો દોષ છે ? (અર્થાત્ કોઈ દોષ નથી.)
સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ ઃ આ ચૌદ સૂત્રો અને પૂર્વે કહેલા ઓગણીસ સૂત્રો એમ બધા મળીને તેત્રીસ આશાતના 15 સૂત્રો જાણવા. આ ચૌદ સૂત્રો શ્રુતક્રિયાકાળવિષયક હોવાથી પૌનરુક્ત્યને ભજનારા નથી. (આશય એ છે કે કેવલિપ્રજ્ઞપ્તધર્મની આશાતનાના સૂત્રમાં શ્રુતધર્મની આશાતનાદ્વારા શ્રુતની આશાતના કહી. ત્યાર પછી ‘સુયમ્સ આસાયળા' સૂત્રદ્વારા પણ શ્રુતની આશાતના કહી. એ જ રીતે આ ચૌદ સૂત્રોદ્વારા પણ આ શ્રુતઆશાતના જ કહેવાઇ છે, છતાં પુનરુક્તિદોષ નથી, કારણ કે પૂર્વના બંને સૂત્રોમાં કહેવાયેલી આશાતના સામાન્યથી જાણવી. જ્યારે અહીં શ્રુતક્રિયાકાળવિષયક એટલે કે 20 શ્રુત ભણવામાં પ્રવૃત્ત થયેલાને લાગતી આશાતના જણાવી છે.)
5
–
તથા દોષોથી દુષ્ટ જે રીતે થાય તે રીતે જે શ્રુત ભણ્યા (તેનું મિચ્છા મિ દુક્કડં એ પ્રમાણે અન્વય જોડવો.) તે દોષોથી દુષ્ટ આ પ્રમાણે – (૨૦) વ્યાવિદ્ધ – ખોટી રીતે—ઊંધી—ચત્તી રીતે પરોવાયેલા રત્નોની માળાની જેમ ઊંધી—ચત્તી રીતે ભણ્યા. આવા પ્રકારની આશાતનાને કારણે જે અતિચાર થયો તેનું મિચ્છામિ દુક્કડં એ પ્રમાણે અન્વય જોડવો. આ જ પ્રમાણેનો અન્વય હવે 25 પછીના દોષોમાં પણ જોડી દેવો. (૨૧) વ્યત્યાક્રેડિત – જેમ કોલિક (એક હલકી મનુષ્ય—જાતિ) ખીરમાં જુદા જુદા અયોગ્ય ખાદ્યદ્રવ્યો ભેગા કરે તેમ એક શાસ્ત્રમાં અન્ય અન્ય શાસ્ત્રમાં રહેલા એક અર્થવાળા સૂત્રોને ભેગા કરી વાંચે તે વ્યત્યાક્રેડિત. (અથવા આચારાંગ વિગેરે શાસ્ત્રોમાં તેના જેવા પોતે રચેલા સૂત્રો નાંખે તે વ્યત્યાક્રેડિત.)
१. एतानि चतुर्दश सूत्राणि पूर्वाणि चैकोनविंशतिः, एतानि त्रयस्त्रिंशदाशातनासूत्रानि ।
30