________________
તિતિક્ષા—નિવૃતિકન્યાની કથા (નિ. ૧૨૯૩) * ૨૬૧ अक्खे अट्ठ चक्काणि, तेसिं पुरओ धीइया ठविया, सा पुण अच्छिमि विधियव्वा, राया सन्नद्धो चिग्गओ सह पुत्तेहिं, ताहे सा कण्णा सव्वालंकारविहूसिया एगंमि पासे अच्छइ, सो रंगो रायाणो य ते डंडभडभोइया जारिसो दोवतीए, तत्थ रण्णो जेट्ठपुत्तो सिरिमाली कुमारो, भणिओ - एसा दारिया रज्जं च भोत्तव्वं, सो वि तुट्ठो, अहं नूणं अण्णेहिंतो राईहिं अब्भहिओ, ताहे सो भणिओविंधहत्ति, ताहे सो अकयकरणो तस्स समूहस्स मज्झे तं धणुं घेत्तूण चेव न चाएइ, किहवि 5 अण गहियं, तेण जत्तो वच्चइ तत्तो वच्चइत्ति कंडं मुक्कं तं भग्गं, एवं कस्सइ एगं अरयं वोलियं कस्स दो तिणिण अण्णेसिं बाहिरेण चेव नीति, तेणवि अमच्चेण सो नत्तुगो पसाहिउ तद्दिवसमाणीओ तत्थऽच्छा, ताहे सो राया ओहयमणसंकप्पो करयलपल्हत्थमुहो - अहो अहं ઇન્દ્રદત્તરાજા ઘણો ખુશ થયો. તેણે આખા નગરમાં ધજાઓ ફરકાવડાવી. (સ્વયંવર માટે) રંગમંડપ તૈયાર કરાવ્યો. (તેમાં વ્યવસ્થા આ પ્રમાણે હતી કે) એક ખીલામાં આઠ ચક્રો લગાડવામાં આવ્યા. 10 તે આઠ ચક્રો પછી એક પૂતળી સ્થાપી. તે પૂતળીની આંખ વિંધવાની હતી. ઇન્દ્રદત્તરાજા પોતાના પુત્રો સાથે તૈયાર થઈને સ્વયંવરમંડપમાં આવે છે. ત્યાં તે કન્યા સર્વ અલંકારોથી વિભૂષિત થયેલી એક ખૂણે રહી છે. રંગમંડપ, રાજાઓ, ખંડિયા રાજાઓ, તેના સૈનિકો, અને મુખી વિગેરે બધાનું સ્વરૂપવર્ણન જે રીતે દ્રૌપદીના ચરિત્રમાં કહ્યું છે તે રીતે અહીં જાણી લેવું. રાનો મોટો દીકરો શ્રીમાળીકુમાર હતો. રાજાએ તેને કહ્યું – “આ દીકરી અને રાજ્ય તારે મેળવવાનું છે.” તે પણ 15 ખુશ થયો— “બીજા રાજાઓ કરતાં હું વધારે છું અર્થાત્ સારો, હોશિયાર છું.” રાજાએ કહ્યું – “આ પૂતળીની આંખને તું વિંધ.”
શ્રીમાળીએ ધનુર્વિદ્યા શીખેલી ન હોવાથી બધાની વચ્ચે તે ધનુષ્યને ઉપાડવામાં પણ સમર્થ બન્યો નહીં. છતાં ગમે તેમ કરીને તેણે ધનુષ્ય ઉપાડ્યું. ‘જ્યાં જવું હોય ત્યાં જાય' એમ વિચારી બાણ છોડ્યું. પરંતુ તે (બીજે અથડાતા) તૂટી ગયું. એ જ પ્રમાણે બીજા કુમારે બાણ છોડ્યું જે 20 એક ચક્રને ઓળંગ્યું. કોઈનું બાણ બે ચક્રને ઓળંગ્યું. કેટલાકના બાણ બહારથી જ પસાર થઈ ગયા. આ બાજુ તે મંત્રીએ પણ પોતાના દૌહિત્રને બોલાવીને એને તે જ દિવસે રંગમંડપમાં હાજર જ રાખ્યો હતો. (પોતાના બાવીસ કુમારોની નિષ્ફળતા જોઈને) તે રાજા હણાયેલા મનસંકલ્પવાળો હાથના તળિયે મુખ સ્થાપીને ‘અરે ! આ પુત્રોને કારણે લોકોમાં મારી હીનતા થઈ’ (એમ વિચારતો) २७. चक्रेऽष्ट चक्राणि तेषां पुरतः पुत्तलिकाः स्थापिता, सा पुनरक्ष्णि वेद्धव्या, राजा सन्नद्धो निर्गतः सह 25 पुत्रैः, तदा सा कन्या सर्वालङ्कारविभूषिता एकस्मिन् पार्श्वे तिष्ठति, स रङ्गः ते राजानो दण्डिकभटभोजिका यादृशो द्रोपद्याः, तत्र राज्ञो ज्येष्ठः पुत्रः श्रीमाली कुमारो, भणित- एषा दारिका राज्यं च भोक्तव्यं, सोऽपि तुष्टः, अहं नूनमन्यराजभ्योऽभ्यधिकः, तदा स भणितः - विध्येति, तदा सोऽकृतकरणस्तस्य समूहस्य मध्ये तद्धनुर्ग्रहीतुमेव न शक्नोति, कथमप्यनेन गृहीतं, तेन यतो व्रजति ततो व्रजत्विति काण्डं मुक्तं, तद्भग्नं एवं कस्यचिदेकमरकं व्यतिक्रान्तं कस्यचिद् द्वे त्रीणि अन्येषां बहिरेव निर्गच्छति, तेनाप्यमात्येन स नप्ता प्रसाध्य 30 तद्दिवसानीतस्तत्र तिष्ठति, तदा स राजोपहतमनः संकल्पः करतलस्थापितमुखः अहो अहं