________________
અભયકુમારને ચાર વરદાન (નિ. ૧૨૮૫) ૧૭૭ अभयस्स दिण्णा, सा विज्जाहरी अभयस्स इट्ठा, सेसाहिं महिलाहिं मायंगी उलग्गिया, ताहिं बिज्जाहिं जहा नमोक्कारे चक्खिदियउदाहरणे जाव पच्चंते उज्झिया तावसेहिं दिट्ठा पुच्छिया कओसित्ति ?, तीए कहियं, ते य सेणियस्स पुव्वया तावसा, तेहिं अहं नत्तुगित्ति सारविया, अन्नया पट्ठविया सिवाए उज्जेणी नेऊण दिण्णा, एवं तीए समयं अभओ वसइ, तस्स पज्जोयस्स चत्तारि रयणाणि- लोहजंघो लेहारिओ अग्गिभीरुरहोऽनलगिरी हत्थि सिवादेवित्ति, अन्नया सो 5 સાથે પરણાવી. આ વિદ્યાધરી અભયને અત્યંત પ્રિય હતી. (જેથી અભયની બીજી પત્નીઓને ગમતું નહોતું. આ નવી પત્નીને ઠેકાણે પાડવા) બીજી પત્નીઓએ ચાંડાલણને (કે જેણે મેલી વિદ્યાઓ સિદ્ધ કરી હતી તેને) બોલાવી. પછીની બધી વિધિ જે રીતે નમસ્કારનિર્યુક્તિમાં ચક્ષ–ઇન્દ્રિયના ઉદાહરણમાં કહી છે તે પ્રમાણે જાણવી. (તે આ પ્રમાણે કે – અભયકુમારની અન્ય પત્નીઓને ચાંડાલણે કહ્યું કે “તેની ઉપર આળ ચઢાવીએ, જેથી પતિ તેના ઉપર તરત વૈરાગ્યવાન થાય અને 10 તેને તરછોડી મૂકે.” એમ વિચારીને નગરમાં અતિભયંકર મરકી ફેલાવી. રાજાએ ચાંડાલણોને કહ્યું કે – “તપાસ કરો, આ મરકી થવાનું કારણ શું છે ?”
તે સમયે ચાંડાલણોએ પોતાની વિદ્યાના પ્રભાવથી તે પ્રિયતમાના ઓરડામાં મનુષ્યોના હાડકાં વિગેરે વિકર્યા. અને તેનું મુખ લોહીથી ખરડીને કદરૂપું બનાવ્યું. પછી રાજાને નિવેદન કર્યું કે મરકીનું કારણ તમારા ઘરમાં જ છે. રાજાએ જાણીને ચાંડાલણને કહ્યું કે અડધી રાતે લઈ જઈ 15 તેને મારી નાખવી. ચાંડાલણ તેને અડધી રાતે લઈ તો ગઈ પરંતુ આ નિર્દોષ છે એવું જાણતી ચાંડાલણને દયા આવવાથી) તેને ગામના સીમાડે છોડી દીધી. ત્યાંથી છૂટીને તે ગહન જંગલમાં આવી.
ત્યાં જંગલમાં તાપસોએ જોઈ. પૂછ્યું – “હે ભદ્ર ! તું ક્યાંથી આવી છે?” તેણીએ બધી વાત કરી. આ તાપસો શ્રેણિકના પૂર્વજો હતા. તેઓએ – “આ અમારી પૌત્રી છે” એમ વિચારીને 20 અભયની તે પત્નીની સાર-સંભાળ કરી. કેટલાક દિવસ પછી સાથે સાથે તે તાપસો ઉજ્જયિની ગયા અને ત્યાં જઈને પ્રદ્યોતની પત્ની શિવાદેવીને સમર્પણ કરી. આ રીતે અભયની પત્ની પ્રદ્યોતરાજા પાસે આવી હતી જે અભયને સોંપતા તેની સાથે અભયકુમાર રહે છે.
# અભયકુમારને ચાર વરદાનોની પ્રાપ્તિ & તે પ્રદ્યોતને ચાર રત્નો હતા – (૧) લોહજંઘનામે લેખ વાહક (દૂત), (૨) અગ્નિભીરુનામે 25 રથ, (૩) અનલગિરિ હાથી, (૪) શિવાદેવી. એકવાર તે લોહજંઘને ભરૂચ મોકલ્યો. ત્યાંના ४२. अभयाय दत्ता, सा विद्याधर्यभयस्येष्टा, शेषाभिर्महेलाभिर्मातङ्गी अवलगिता, ताभिविद्याभिर्यथा नमस्कारे चक्षुरिन्द्रियोदाहरणे यावत् प्रत्यन्त उज्झिता तापसैर्देष्टा पुष्टा-कुतोऽसीति ?, तया कथितं, ते च श्रेणिकस्य पूर्वजास्तापसाः, तैरस्माकं नप्तेति संरक्षिता, अन्यदा प्रस्थापिता उज्जयिनी नीत्वा शिवायै दत्ता, एवं तया सममभयो वसति, तस्य प्रद्योतस्य चत्वारि रत्नानि-लोहजङ्घो लेखहारकोऽग्निभीरू 30 रथोऽनलगिरिर्हस्ती शिवादेवीति, अन्यदा स