________________
સિદ્ધના આદિગુણો (પમ...સૂત્ર) * ૧૫૧ कत्रिंशद्गुणा भवन्ति, तत्र नव दर्शनावरणीये, नवभेदा इति - क्षीणचक्षुर्दर्शनावरणः ४ क्षीणनिद्रः ५, चत्वार आयुष्के - क्षीणनरकायुष्कः ४ 'पंच आइमे त्ति आद्ये ज्ञानावरणीयाख्ये कर्मणि पञ्चक्षीणाभिनिबोधिकज्ञानावरण: ५ 'अंते 'त्ति अन्त्ये- अन्तराये कर्मणि पञ्चैव क्षीणदानान्तरायः ५ शेषकर्मणि- वेदनीयमोहनीयनामगोत्रलक्षणे द्वौ द्वौ भेदौ भवतः, क्षीणसातावेदनीयः क्षीणासातावेदनीयः क्षीणदर्शनमोहनीयः क्षीणचारित्रमोहनीयः क्षीणाशुभनाम क्षीणशुभनाम 5 क्षीणनीचैर्गोत्रः क्षीणोच्चैर्गोत्र इति गाथार्थः ॥
द्वात्रिंशद्भिर्योगसङ्ग्रहैः क्रिया पूर्ववत्, इह युज्यन्त इति योगाः - मनोवाक्कायव्यापाराः, ते चाशुभप्रतिक्रमणाधिकारात्प्रशस्ता एव गृह्यन्ते तेषां शिष्याचार्यगतानामालोचनानिरपलापादिना प्रकारेण सङ्ग्रहणानि योगसङ्ग्रहाः, प्रशस्तयोगसङ्ग्रहनिमित्तत्वादालोचनादय एव तथोच्यन्ते, ते च द्वात्रिंशद्भवन्ति, तदुपदर्शनायाह निर्युक्तिकारः
10
અભિલાપદ્વારા (અર્થાત્ આઠ કર્મો ક્ષીણ થવાથી) એકત્રીસ ગુણો થાય છે. તેમાં દર્શનાવરણીયના નવ ભેદો ક્ષીણ થવાથી નવ ગુણો થાય. તે આ પ્રમાણે ચક્ષુ, અચક્ષુ વિગેરે ચાર અને નિદ્રા વિગેરે પાંચ એમ નવ દર્શનાવરણીયના ભેદ ક્ષીણ થવાથી નવ ગુણો. નરક વિગેરે ચાર આયુષ્ય ક્ષીણ થવાથી ચાર ગુણો. આભિનિબોધિક વિગેરે આદ્ય એવા જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ ક્ષીણ થવાથી પાંચ ગુણો. અંત્ય એટલે કે અંતરાય. તેના દાનાન્તરાય વિગેરે પાંચ કર્મો નાશ થવાથી 15 પાંચ ગુણો. તથા શેષ વૈદનીય, મોહનીય, નામ અને ગોત્રકર્મના બે—બે ભેદો છે. તેથી શાતા— અશાતા, દલર્શનમોહનીય, ચારિત્રમોહનીય, શુભ–અશુભનામકર્મ, નીચગોત્ર અને ઉચ્ચગોત્ર આ આઠ કર્મો નાશ થવાથી આઠ ગુણો. આમ બધા મળી એકત્રીસ ગુણો થાય છે. * બત્રીસ યોગસંગ્રહ
બત્રીસ યોગસંગ્રહોની (અશ્રદ્ધા વિગેરેને કારણે) જે અતિચાર... વિગેરે ક્રિયા પૂર્વની જેમ 20 જાણવી. અહીં (જેના કારણે આત્મા સદ્ગતિમાં કે દુર્ગતિમાં) જોડાય છે તે યોગ, અર્થાત્ મન— વચન—કાયાના વ્યાપારો. અહીં અશુભ યોગોના પ્રતિક્રમણનો અધિકાર ચાલતો હોવાથી પ્રશસ્ત એવા વ્યાપારો જ ગ્રહણ કરવાના છે. શિષ્ય અને આચાર્યમાં રહેલા તે પ્રશસ્ત યોગોનો આલોચના, નિરપલાપ વિગેરે (આગળ કહેવાતા) પ્રકારોવડે જે સંગ્રહ તે યોગસંગ્રહ (આશય એ છે કે પ્રશસ્ત એવા મોક્ષસાધક યોગોનો સંગ્રહ કરવા શિષ્ય આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ. આલોચના 25 કરવાથી શિષ્યમાં પ્રશસ્તયોગોનો સંગ્રહ થાય છે. આલોચના કર્યા બાદ આચાર્યે પણ બીજાને આલોચનાની વાતો ન કરવી. આ રીતે આચાર્યનો નિરપલાપ થતાં આચાર્યમાં પ્રશસ્ત યોગોનો સંગ્રહ થાય છે.) પ્રશસ્તયોગસંગ્રહનું કારણ હોવાથી આલોચના વિગેરે જ યોગસંગ્રહ તરીકે કહેવાય છે. અને તે આલોચના વિગેરેરૂપ યોગસંગ્રહ બત્રીસ છે. તેને જણાવવા માટે નિર્યુક્તિકાર કહે છે.
30