________________
અભયકુમારનો પિતા સાથે ભેટો (નિ. ૧૨૮૫) ૧૭૩ "पेसण आपुच्छणया पंडरकुड्डत्ति गमणमभिसेओ। दोहल णाम णिरुत्ती कहं पिया मेत्ति रायगिहे ॥२॥ आगमणऽमच्च मग्गण खुड्डग छगणे य कस्स तं? तुझं ।
कहणं माऊआणण विभूसणा वारणा माऊ ॥३॥" तं च सेणियं उज्जेणिओ पज्जोओ रोधओ जाइ, सो य उइण्णो, सेणिओ बीहेइ, अभओ 5 કરાવ્યા.) ૧બીજી બાજુ પિતા પ્રસેનજિનું શરીર ઢીલું પડ્યું. તેમણે સમાચાર મળતા શ્રેણિકને પાછો લાવવા પોતાના પુરુષોને મોકલ્યા. પુરુષોએ આવીને શ્રેણિકને સમાચાર આપ્યા. તેથી પત્ની અને સસરા પાસે જવા માટેની રજા માંગી અને પત્નીને કહ્યું કે – “અમે ત્યાં રાજગૃહમાં સફેદ ભીંતવાળા (અંડરફુ) તરીકે પ્રસિદ્ધ છીએ. તેથી તારે કામ પડે તો ત્યાં તું આવજે.” એમ કહી શ્રેણિકે રાજગૃહ તરફ ગમન કર્યું. રાજગૃહમાં શ્રેણિકનો રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો. 10
આ બાજુ નંદાપત્નીને ગર્ભના પ્રભાવે દોહલો ઉત્પન્ન થયો. થોડા સમય પછી પુત્રરત્નનો જન્મ થયો. જેનું “અભય” નામ પાડ્યું. માતાને દોહલામાં અભયદાનની ઘોષણા સાંભળવાનું મન થયું હતું તેથી પુત્રનું “અભય” એ પ્રમાણેનું નામ નિરુક્તિયુક્ત = વ્યુત્પત્તિયુક્ત = સાન્વર્થ નામ હતું. પુત્ર થોડો મોટો થયો. તેણે માતાને પૂછ્યું – “મારા પિતા ક્યાં છે?” માતાએ કહ્યું – રાજગૃહમાં છે.” તેથી પુત્ર અભય રાજગૃહમાં પહોંચ્યો. //રી
15 ત્યાં રાજા મંત્રી માટેની શોધખોળ અંગે પરીક્ષા કરી રહ્યો હતો. કૂવામાં પડેલી મુદ્રિકાને કૂવાના પાળે ઊભા રહીને જે કાઢે તેને મંત્રીપદ આપવાનું નક્કી કર્યું હતું. અભયે મુદ્રારત્ન લેવા તેની ઉપર છાણ નાખ્યું. અને વિશિષ્ટ ઉપાય કરીને મુદ્રારત્ન કૂવામાંથી બહાર કાઢ્યું. અભયને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ પૂછ્યું – “હે વત્સ ! તું કોણ છે? કોનો દીકરો છે?” અભયે જવાબ આપ્યો- “તમારો.” અભયે બધી વાત કરી. માતાને રાજગૃહ લાવવા રાજા પોતે 20 જાય છે. '
નગરની બહાર રહેલ માતાને ખબર પડી કે રાજા પોતે લેવા માટે આવે છે. તેથી માતાએ શણગાર સજ્યો. પરંતુ અભયે તેને શણગાર કરવા માટે નિષેધ કર્યો. માતાએ શણગારનો ત્યાગ કર્યો. રાજા આવ્યો. ભવ્ય મહોત્સવ સાથે માતાનો પ્રવેશ કરાવ્યો. ૩ એકવાર તે શ્રેણિકરાજાને 'રુંધવા માટે ઉજ્જયિનીનગરીનો પ્રદ્યોતરાજા આવતો હતો. તે જ્યારે ઘણો નજીક આવી ગયો. 25
ત્યારે શ્રેણિક ગભરાઈ ગયો. અભયે કહ્યું – “તમારે ડરવાની જરૂર નથી. તેના સૈન્યસમૂહને હું દૂર કરું છું.” , ३८. प्रेषणं आपृच्छा पाण्डुरकुड्या इति गमनमभिषेकः । दौहदः नाम निरुक्तिः क्व पिता मे इति राजगृहे ॥२॥ आगमनं अमात्यमार्गणं मुद्रिका गोमयं च कस्य त्वं ? तव । कथनं मातुरानयनं विभूषणं वारणं मातुः ॥३॥ तं च श्रेणिकं उज्जयिनीतः प्रद्योतो रोधक याति, स चावतीर्णः, श्रेणिको बिभेति, अभयो
30