________________
૧૪૮
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
आहंमिए जोए - वसीकरणाइलक्खणे पउंजइ 'पुणो पुणो' असइत्ति१३, 'कामे' इच्छामयणभेयभिण्णे ‘વમેત્તા’ ચળ, પદ્મપ્નમ′વામ્મ ‘પત્થ’ અમિત્તસફ ફદ્દવિ—માણુસ્સે સેવ અામવિદ્— दिव्वे १४, ‘अभिक्खणं २' पुणो २ बहुस्सुए हंति जो भासए, ( अ ) बहुस्सुए अण्णेण वा पुट्ठो स तु बहुस्सुओ ?, आमंति भणइ तुहिक्को वा अच्छा, , साहवो चेव बहुस्सुएत्ति भणति १५, 5 अतवस्सी तवस्सित्ति विभासा १६, 'जायतेएण' अग्गिणा बहुजणं घरे छोढुं 'अंतो धूमेण' अभितरे धूमं काऊण हिंसइ १७, 'अकिच्चं ' पाणाइवायाइ अप्पणा काउं कयमेएण भासअण्णस्स उत्थोभं देइ १८, 'नियडुवहिपणिहीए पलिउंचइ' नियडी - अण्णहाकरणलक्खणा माया उवही तं करेइ जेण तं पच्छाइज्जइ अण्णहाकयं पणिही एवंभूत एव चरइ, अनेन प्रकारेण 'पलिउंचइ' वंचेइत्ति भणियं होइ १९, साइजोगजुत्ते य-अशुभमनोयोगयुक्तश्च २०, 'बेति' भणइ 10 સળં મુર્ત્ત ‘સમિ’ સમાણુ ૨૬, ‘અસ્વીળાના સયા' અક્ષીળાદ કૃત્યર્થ:, જ્ઞજ્ઞાનદો
२२, ‘अद्धाणंमि' पंथे ‘पवेसेत्ता' नेऊण विस्संभेण जो धणं- सुवण्णाई हरइ पाणिणं अच्छिदइ २३, जीवाणं विसंभेत्ता - उवाएण केणइ अतुलं पीइं काऊण पुणो दारे-कलत्ते 'तस्सेव' जेण समं पीई कया लुब्भइ २४, 'अभिक्खणं' पुणो २ अकुमारे संते कुमारेऽहंति भासइ २५,
યોગોને વારંવાર કરે. (૧૪) (શેષ પદાર્થોની) ઇચ્છા અને મદનસુખ એમ બે પ્રકારના કામને 15 છોડી પ્રવ્રજ્યા સ્વીકાર્યા બાદ ફરી તે મનુષ્યલોકસંબંધી અને દેવલોકરૂપ પારભવિક કામોને ઇચ્છે. (૧૫) પોતે અબહુશ્રુત હોવા છતાં ‘હું બહુશ્રુત છું' એ પ્રમાણે જે વારંવાર બોલે. અથવા બીજા કોઈએ પૂછ્યું કે ‘તું બહુશ્રુત છે ?’ ત્યારે ‘હા’ એ પ્રમાણે બોલે અથવા મૌન રહે અથવા સાધુઓ બહુશ્રુત જ હોય એ પ્રમાણે જે બોલે (તે... કર્મ બાંધે.) (૧૬) એ જ પ્રમાણે તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી તરીકે જાહેર કરે વિગેરે વર્ણન ઉપર પ્રમાણે જાણવું. (૧૭) ઘર વિગેરેમાં 20 ઘણા બધા લોકોને પૂરીને અગ્નિવડે અંદર ધૂમાડો કરીને મારી નાખે. (૧૮) પોતે પ્રાણાતિપાતાદિ કરે અને ‘એણે કર્યું છે' એ પ્રમાણે બોલે એટલે કે બીજા ઉપર આળ ચઢાવેં.
(૧૯) નિકૃતિ એટલે અન્યથાકરણરૂપ = વિપરીતઆચરણરૂપ માયા અર્થાત્ બોલવું કંઈક, કરવું કંઈક. ઉપધિ એટલે તેવું કંઈક કરે કે જેથી કરેલી તે માયા એટલે કે અન્યથાનું કરણ છુપાય. પ્રણિધિ એટલે આવા પ્રકારનું જ (=માયાને કરવું અને માયાને છુપાવવારૂપ) આચરણ કર્યા કરે. 25 આ રીતે કરવાદ્વારા તે બીજાને ઠગે. (૨૦) અશુભ એવા મનોયોગથી યુક્ત હોય (અર્થાત્ સતત
જે મનથી અશુભ વિચાર કરતો હોય તે મહામોહકર્મને બાંધે છે.)
(૨૧) સભામાં બધું ખોટું બોલે. (૨૨) સદા અક્ષીણકલહ હોય. અહીં જ્ઞજ્ઞ એટલે ઝઘડો. તેથી હંમેશા ઝઘડો કરનાર હોય. (૨૩) મુસાફરીમાં સાથે રહીને વિશ્વાસમાં લઈ સુવર્ણ વિગેરે ધન હરી લે અને તે જીવને મારી નાખે. (૨૪) જીવો સાથે કોઈક ઉપાયદ્વારા અત્યંત પ્રીતિ કરીને 30 (=મૈત્રી કરીને) જેની સાથે પ્રીતિ કરી છે તેની જ પત્ની ઉપર આસક્ત થાય. (૨૫) પોતે
અકુમાર=પરિણીત હોવા છતાં વારંવાર ‘હું કુમાર
અપરિણીત છું' એમ બોલે. •
=