________________
શબલસ્થાનો (TTFo...સૂત્ર) . ૧૨૯ अयं च समासार्थः, व्यासार्थस्तु दशाख्यग्रन्थान्तरादवसेयः, एवमसम्मोहार्थं दशानुसारेण सबलस्वरूपमभिहितं, सङ्ग्रहणिकारस्त्वेवमाह
वरिसंतो दस मासस्स तिन्नि दगलेवमाइठाणाइं। आउट्टिया करेंतो वहालियादिण्णमेहुण्णें ॥१॥ निसिभत्तकम्मनिवपिंड कीयमाई अभिक्खसंवरिए । कंदाई भुंजते उदउल्लहत्थाइ गहणं च ॥२॥ सच्चित्तसिलाकोले परविणिवाई ससिणिद्ध ससरक्खो।
छम्मासंतो गणसंकमं च करकंममिइ सबले ॥३॥ अस्य गाथात्रयस्यापि व्याख्या प्राग्निरूपितसबलानुसारेण कार्या । द्वाविंशतिभिः परीषहैः, ક્રિયા પૂર્વવતું, તત્ર “માધ્યવનનિર્નાર્થ પરિષોઢવ્યો: પરીષા:” (તસ્વા. મ. ૧ સૂ.૮) 10 सम्यग्दर्शनादिमार्गाच्यवनार्थं ज्ञानावरणीयादिकर्मनिर्जरार्थं च परि-समन्तादापतन्तः क्षुत्पिपासादयो द्रव्यक्षेत्रकालभावापेक्षाः सोढव्याः-सहितव्या इत्यर्थः, परीषहांस्तान् स्वरूपेणाभिधित्सुराह सङ्ग्रहणिकारःવિસ્તારથી અર્થ દશાશ્રુતસ્કંધનામના અન્યગ્રંથમાંથી (=દશાશ્રુતસ્કંધના બીજા અધ્યયનમાંથી) જાણી લેવો. આ પ્રમાણે સંમોહ=મૂંજવણ ન થાય તે માટે દશાશ્રુતરકલ્પના અનુસાર શબલનું સ્વરૂપ કહેવાયુ. 15 જ્યારે સંગ્રહણિકાર આ પ્રમાણે જણાવે છે ? " ગાથાર્થ (૧૪) વરસમાં ૧૦ વખત, મહિનામાં ત્રણ વખત દગલેપ અને માયાના સ્થાનોને કરતો, (૫–૮) જાણી જોઈને વધ, પૃષા, અદત્ત અને મૈથુનને કરતો સાધુ શબલ જાણવો.
'ગાથાર્થ : (૯-૧૫) રાત્રિભોજન, આધાકર્મી, રાજપિંડ, ક્રિીત વિગેરે (આદિશબ્દથી - પ્રામિત્ય, અભ્યાહત, આચ્છેદ્ય) ગ્રહણ કરવા (૧૬) વારંવાર પચ્ચખાણ ભાંગવું, (૧૭) કંદ 20 વિગેરેનું ભક્ષણ કરવું, (૧૮) ભીના હાથ વિગેરેથી ભોજનનું ગ્રહણ કરવું.
ગાથાર્થ: (૧૯) સચિત્ત શિલા, ઘુણથી યુક્ત લાકડું, સચિત્ત પૃથ્વી, ભીની પૃથ્વી, સરજક પૃથ્વી વિગેરે ઉપર કાયોત્સર્ગાદિને કરતો, (૨૦) છ મહિનામાં ગણનું સંક્રમણ કરતો, (૨૧) હસ્તકર્મને કરનારો શબલ જાણવો.
ટીકાર્ય : આ ત્રણે ગાથાઓની વ્યાખ્યા પૂર્વે કહેવાયેલ શબલને અનુસાર કરવી. બાવીસ 25 પરિષહોવડે જે અતિચાર... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. તેમાં સમ્યગ્દર્શન વિગેરે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ ન થઈએ તે માટે અને જ્ઞાનાવરણાદિ કર્મોની નિર્જરા માટે પરિષદો સહન કરવાના છે. અહીં “પરિષહ માં પરિ એટલે ચારેબાજુથી. ચારેબાજુથી આવી પડતા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાવાળા (અર્થાતુ કેટલાક દ્રવ્યને આશ્રયીને, કેટલાક ક્ષેત્રને, કેટલાક કાળને અને કેટલાક ભાવને આશ્રયીને થતાં) એવા ક્ષુત્પિપાસા વિગેરેને સહન કરવા તે પરિષહ. આ પરિષહોને જ સ્વરૂપથી 30 કહેવાની ઇચ્છાવાળા એવા સંગ્રહણિકાર કહે છે કે