________________
૧૩૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
5 ૨૨,
चर्यामाचरेदिति ९, ‘निसीहिय'त्ति निषीदन्त्यस्यामिति निषद्या, तां स्त्रीपशुपण्डकविवर्जितां वसतिं सेवेत पश्चाद्भाविनस्त्विष्टानिष्टोपसर्गान् सम्यगधिसहेत १०, 'सेज्जत्ति शय्या संस्तारक:चम्पकादिपट्ट मृदुकठिनादिभेदेनोच्चावचः प्रतिश्रयो वा पांशूत्करप्रचुरः शिशिरो बहुधर्मको वा तत्र नोद्विजेत ११, ‘अक्कोस त्ति आक्रोशः - अनिष्टवचनं तच्छ्रुत्वा सत्येतरालोचनया न कुप्येत 'वह'त्ति वधः-ताडनं पाणिपाष्णिलताकशादिभिः, तदपि शरीरमवश्यंतया विध्वंसत वे मत्वा सम्यक् सहेत, स्वकृतकर्मफलमुपनतमिदमित्येवमभिसंचिन्त्येति १३, 'जायण 'त्ति याचनंमार्गणं, भिक्षोर्हि वस्त्रपात्रान्नपानप्रतिश्रयादि परतो लब्धव्यं सर्वमेव, शालीनतया च न याञ्चां प्रत्याद्रियते, साधुना तु प्रागल्भ्यभाजा सञ्जाते कार्ये स्वधर्मकायपरिपालनाय याचनमवश्यं कार्यमिति, एवमनुतिष्ठता याञ्चापरीषहजयः कृतो भवति १४, 'अलाभ त्ति याचितालाभेऽपि 10 प्रसन्नचेतसैवाविकृतवदनेन भवितव्यं १५, 'रोग 'त्ति रोग:- ज्वरातिसारकासश्वासादिस्तस्य प्रादुर्भावे
(અર્થાત્ એક જ સ્થાને ન રહેનારો) મમત્વ વિનાનો સાધુ દર મહિને જુદા જુદા સ્થાને વિચરે.
(૧૦) નૈષધિકીપરિષહ : જેના પર લોકો બેસે તે નિષદ્યા. અહીં નિષદ્યા તરીકે સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત એવી વસતિ (=ઉપાશ્રય) જાણવી. આવી વસતિમાં સાધુ રહે. ત્યાં રહ્યા પછી થયેલાં ઇષ્ટ—અનિષ્ટ એવા ઉપસર્ગોને સમ્યગ્ રીતે સહન કરે.
15
(૧૧) શય્યાપરિષહ : શય્યા એટલે ચંપક (વૃક્ષવિશેષ) વિગેરેમાંથી બનાવેલ કોમળ કે કડક વિગેરે ભેદથી અનેક પ્રકારનો સંથારો, અથવા શય્યા એટલે ઉપાશ્રય (=વસતિ), કે જેમાં ધૂળના પુષ્કળ ઢગલા હોય કે ઘણી ઠંડી લાગે એવો હોય કે ઘણો બફારો થતો હોય એવો હોય. આવો ઉપાશ્રય હોય કે સંથારો હોય સાધુ ઉદ્વેગ પામે નહીં.
(૧૨) આક્રોશપરિષહ : અનિષ્ટવચનોને સાંભળીને સત્ય—ઈતરની વિચારણા કરવા દ્વારા 20 ગુસ્સો કરે નહીં. (આશય એ છે કે સામેથી જ્યારે કોઈ અનિષ્ટવચનો સાંભળવા મળે ત્યારે સાધુ વિચારે કે “તે વચનો જો સાચા છે તો મારે સ્વીકારવા જોઈએ અને ખોટા છે તો એવા વચનોથી મારું કંઈ બગડવાનું નથી.” આવા વિચારદ્વારા પોતે ઉપશમભાવમાં રહે, પણ ગુસ્સો કરે નહીં.)
(૧૩) વધપરિષહ : વધ એટલે હાથ, પગની એડી (લાત), લતા (સોટી), ચાબૂક વિગેરેવડે મારવું. આવા પ્રકારના મારને પણ ‘શરીર અવશ્ય નાશ પામવાનું જ છે' એવું વિચારી સમ્યગ્ 25 રીતે સહન કરે. (તે સમયે) સાધુ ‘આ મારા કરેલા કર્મોનું જ ફલ પ્રાપ્ત થયું છે’ એ પ્રમાણે વિચારે. (૧૪) યાચનાપરિષહ : યાચના એટલે માંગવું. સાધુએ વસ્ત્ર, પાત્ર, અન્ન, પાની, ઉપાશ્રય વિગેરે સર્વ વસ્તુ બીજા પાસેથી (યાચનાદ્વારા જ) મેળવવાની હોય છે અને સામાન્યથી લોક લજ્જાળુ હોવાથી યાચના કરે નહીં. પરંતુ ચતુરાઇને ભજનાર સાધુએ જ્યારે કોઇ કાર્ય=પ્રયોજન આવી પડે ત્યારે સ્વધર્મનું પાલન કરવા માટે અવશ્ય યાચના કરવી જોઈએ. આ રીતે કરવાથી 30 યાચનાપરિષહનો જય થાય છે.
(૧૫) અલાભપરિષહ : યાચના કર્યા પછી જો તે વસ્તુની પ્રાપ્તિ ન થાય તો પણ સાધુ મનથી પ્રસન્ન રહે અને મુખ વિકૃત પણ ન કરે. (અર્થાત્ સાધુના મુખની રેખા પણ ફરે નહીં.)