________________
૧૩૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) भावना, उक्तास्तृतीयव्रतभावनाः । चतुर्थव्रतभावनाः प्रोच्यन्ते-'आहारगुत्ते 'त्ति आहारगुप्तः स्यात् नातिमात्रं स्निग्धं वा भुञ्जीत, अन्यथा ब्रह्मव्रतविराधकः स्यात् प्रथमा भावना, अविभूषितात्मा स्याद्-विभूषां न कुर्याद्, अन्यथा ब्रह्मव्रतविराधकः स्यात् द्वितीया भावना, स्त्रियं न निरीक्षेत
तदव्यतिरेकादिन्द्रियाणि नाऽऽलोकयेद्, अन्यथा ब्रह्मविराधकः स्यात् तृतीया भावना, 'न 5 संथवेज्ज'त्ति न स्त्र्यादिसंसक्तां वसति सेवेत, अन्यथा ब्रह्मविराधकः स्यात् चतुर्थी भावना,
बुद्धः-अवगततत्त्वः मुनिः साधुः क्षुद्रकथां न कुर्यात् स्त्रीकथां स्त्रीणां वेति, अन्यथा ब्रह्मविराधकः स्यात् पञ्चमी भावना, 'धम्मपेही संधए बंभचेरं 'ति निगदसिद्धम्, उक्ताश्चतुर्थव्रतभावनाः । पञ्चमव्रतभावनाः प्रोच्यन्ते यः शब्दरूपरसगन्धानागतान्, प्राकृतशैल्याऽलाक्षणिकोऽनुस्वारः,
स्पर्शाश्च संप्राप्य मनोज्ञपापकान्-इष्टानिष्टानित्यर्थः, गृद्धिम्-अभिष्वङ्गलक्षणां, प्रद्वेषः प्रकटस्तं 10 न कुर्यात् पण्डितः, स भवति दान्तो विरतोऽकिञ्चन इति, अन्यथाऽभिष्वङ्गादेः पञ्चममहाव्रतविराधना
જ્યારે રહેવાનું થાય ત્યારે જો ત્યાં પહેલેથી જ બીજા સાધુઓ રોકાયા હોય તો તે ક્ષેત્ર કે વસતિ એમના અવગ્રહરૂપ હોવાથી ત્યાં સ્થાન = રોકાણ વિગેરે કરતા પહેલાં તેમની પાસે યાચના કરીને અનુજ્ઞા મળ્યા બાદ રોકાણ વિગેરે કરે.) નહીં તો ત્રીજા વ્રતની વિરાધના થાય, અર્થાત્ ત્રીજા વ્રતમાં
અતિચાર લાગે. આ પાંચમી ભાવના જાણવી. ત્રીજા વ્રતની ભાવના કહી. 15 # ચોથા મહાવ્રતની ભાવનાઓ
. (૧) આહારને વિષે ગુપ્ત થાય અર્થાત્ સ્નિગ્ધ પદાર્થો વાપરે નહીં. (તથા સ્નિગ્ધ સિવાયના જે પદાર્થો વાપરવાના છે તે પણ) અતિમાત્રાએ વાપરે નહીં. નહીં તો બ્રહ્મચર્યવ્રતનો સાધુ વિરાધક અતિચાર લગાડનારો થાય છે. આ પ્રથમ ભાવના. (૨) પોતાને વિભૂષિત કરે નહીં
અર્થાત્ કોઈપણ પ્રકારની વિભૂષા કરે નહીં. જો વિભૂષા કરે તો બ્રહ્મવતનો વિરોધક બને. આ 20 બીજી ભાવના જાણવી.
(૩) સ્ત્રીઓને જુએ નહીં. તેમજ સ્ત્રી તથા તેની ઇન્દ્રિયો=અંગોપાંગ એક જ હોવાથી સ્ત્રીઓનાં અંગોપાંગને નીરખે નહીં, નહીં તો બ્રહ્મવ્રતવિરાધક બને. આ ત્રીજી ભાવના. (૪) સ્ત્રી, પશુ, નપુંસકથી સંસક્ત=યુક્ત એવા ઉપાશ્રય વિગેરેમાં રહે નહીં. અન્યથા બ્રહ્મવ્રતવિરાધક બને. આ
ચોથી ભાવના છે. (૫) તત્ત્વોને જાણનાર સાધુ શુદ્રકથાને કરે નહીં, અર્થાત્ સ્ત્રીસંબંધી વાતો ન 25 કરે અથવા સ્ત્રીઓ સાથે વાતચીત ન કરે, નહીં તો બ્રહ્મવ્રતવિરાધક બને. આ પાંચમી ભાવના કહી. આ પ્રમાણે ધર્મને ઇચ્છનારો સાધુ બ્રહ્મચર્યને સાંધ=રક્ષણ કરે. ચોથા વ્રતની ભાવના કહી.
# પાંચમા મહાવ્રતની ભાવનાઓ . (૧–૫) મૂળમાં સદ્દવં... અહીં જે અનુસ્વાર છે તે પ્રાકૃતશૈલી હોવાથી છે અને તે અલાક્ષણિક છે. જે પંડિત સાધુ મનોજ્ઞ=ઈષ્ટ કે પાપક અનિષ્ટ એવા આવી પડેલા શબ્દ, રૂપ, 30 રસ, ગંધ, અને સ્પર્શને પામીને આસક્તિરૂપ ગૃદ્ધિને–રાગને કે દ્વેષને કરે નહીં, તે સાધુ
દાન્ત ઇન્દ્રિયોનું દમન કરનારો છે, વિરત=સાવઘ પ્રવૃત્તિઓથી વિરામ પામેલો છે, અકિંચન=