________________
11
હિ? સંતો વિ૬ કઈ દિશા? સંત એ જ દિશા - મહાભારત પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ
પ.પૂ. મુનિશ્રી ભાનવિજયજી મહારાજ “સમન્વ યોગ વ્યતે” સાધનાપથ સમજાવતા સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા અને ‘તમસો મા જ્યોતિમય’ - અંધકારમાંથી અસ્તિત્વનો પ્રકાશ પામવા સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણના અધિષ્ઠાતા છે.
૬ જુલાઈ ૧૯૩૧ પૂનામાં જૈન કુળમાં જન્મ, ૧૨ વર્ષની નાની વયે પોતાના માતા-પિતા સાથે દીક્ષા ગ્રહણ, ૧૭ વર્ષની ઉંમરે મુંબઈમાં જાહેર ધાર્મિક મનનીય પ્રવચનો દ્વારા અધ્યાત્મ ગગનમાં બાલમુનિ તરીકે ઊંચી ઉડાન, સર્વ ધર્મો અને સશાસ્ત્રોના અભ્યાસ અને આરાધના થકી સાધકને સાંકડા કૂંડાળામાંથી બહાર આણી, સઘળે વિલસી રહેલ એક પરમ તત્ત્વની અર્થાત્ સત્યની ઝાંખી કરાવવા જ માર્ગદર્શન અને સાધના માટે મુનિશ્રી કાર્યરત છે.
જૈન આદર્શને અનુરૂપ જીવન જીવતાં અને માનવસેવાને જ માધવસેવા માની સર્વનું મંગલ થાઓ, સર્વ સ્વસ્થ રહો, સર્વ સુખી થાઓ', એવી શુભ કરુણાસભર ભાવનાને સાકાર કરવા લોકહિતાર્થે જનકલ્યાણની વિવિધ સમ્પ્રવૃતિઓ પૂ.મુનિશ્રીની નિશ્રામાં સાગોડીયા અને પાટણ આશ્રમોમાં ચાલે છે. તેમની જ્ઞાનગરિમા, ભાષાધિકાર અને અધ્યાત્મની સત્યશોધક નવનીત પીરસતી અમૃત વાણીથી પ્રભાવિત ધર્મપ્રેમી જનતાએ શ્રદ્ધા, આદર અને પ્રેમથી મુનિશ્રીને “ગુરુજી' તરીકે હૃદયમાં પ્રસ્થાપિત કરેલ છે. પૂ.ગુરુજીની અમૃત વાણીમાં વેદોની વાણી, ઉપનિષદોનો ઉદ્ઘોષ અને ઓમકારનો નાદ છે, આગમોનું અમૃત, વીતરાગ પરમાત્માના વચનામૃતો, સંયમનો સાર અને જીવનની ચેતના છે.
ઋષિતુલ્ય, સૌમ્ય, સર્વતોમુખી જ્ઞાનમૂર્તિ પૂ.ગુરુજીએ પોતાને પ્રાપ્ત જ્ઞાન અને સ્વાનુભવને સમાજના એક વર્ગ પૂરતો મર્યાદિત ન રાખતાં સર્વના આત્મકલ્યાણ અર્થે સર્વ ધર્મ સમભાવ અને સભાવના પાયા ઉપર ઈ.સ.૧૯૬ માં સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયાની સ્થાપના કરી. એમની ઉદ્ઘોષણા છે : “ધર્મ એક છે. ધર્મ સનાતન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org