________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
ઉપદેશ આપે છે કે હે, સકર્ણ અર્થાત્ સત્પુરુષો! સર્વશે કહેલા તે દર્શનમૂળરૂપ ધર્મને પોતાના કાનોથી સાંભળીને જે દર્શનથી રહિત છે તેઓ વંદન યોગ્ય નથી. તેથી દર્શનહીનને વંદન ન કરો. જેમને દર્શન નથી તેને ધર્મ પણ નથી. કેમકે મૂળિયાં વિના વૃક્ષને થડ, શાખા, પુષ્પ, ફળ વગેરે કયાંથી હોય? તે માટે આ ઉપદેશ છે કે જેને ધર્મ નથી તેનાથી ધર્મની પ્રાપ્તિ થઈ શકે નહીં તો પછી ધર્મના નિમિત્તે તેને વંદન શા માટે કરીએ ? એમ જાણવું.
હવે ધર્મ તથા દર્શનનું સ્વરૂપ જાણવું જોઈએ. ગ્રંથકાર તે સ્વરૂપને સંક્ષેપથી આગળ તો કહેશે, તેમ છતાં કેટલાક અન્ય ગ્રન્થોના અનુસાર અહીં પણ લખીએ છીએ. “ધર્મ' શબ્દનો અર્થ એ છે કે-જે આત્માને સંસારથી ઉદ્ધારીને સુખસ્થાનમાં સ્થાપિત કરે તે ધર્મ છે. અને દર્શન એટલે દેખવું. (શ્રદ્ધવું) આ રીતે ધર્મની મૂર્તિ દેખાય તે દર્શન છે તથા પ્રગટ રીતે જેમાંથી ધર્મની પ્રાપ્તિ થાય એવા મતને દર્શન કહ્યું છે. લોકમાં ધર્મની અને દર્શનની માન્યતા સામાન્યરૂપથી તો બધાને છે. પરંતુ સર્વજ્ઞ વિના યથાર્થ સ્વરૂપનું જાણપણું હોય શકે નહીં. છતાં છદ્મસ્થ ( અલ્પજ્ઞ) પ્રાણી પોતાની બુદ્ધિથી અનેક સ્વરૂપોની કલ્પના કરી અન્યથા સ્વરૂપ સ્થાપી તેમની પ્રવૃત્તિ કરે છે. જ્યારે જિનમત સર્વજ્ઞની પરંપરાથી પ્રવર્તે છે. એટલે જિનમતમાં યથાર્થ સ્વરૂપનું નિરૂપણ છે.
ત્યાં ધર્મને નિશ્ચય અને વ્યવહાર-એમ બે પ્રકારે સાધ્યો છે. તેની પ્રરૂપણા ચાર પ્રકારે છે. (૧) વસ્તુસ્વભાવ, (૨) ઉત્તમ ક્ષમાદિક દસ પ્રકારે, (૩) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અને (૪) જીવોની રક્ષારૂપ એવા ચાર પ્રકાર છે. ત્યાં નિશ્ચયથી સિદ્ધ કરીએ ત્યારે તો બધામાં એક જ પ્રકાર છે માટે વસ્તુસ્વભાવ કહેતાં તો જીવ નામની વસ્તુની પરમાર્થરૂપ દર્શન-જ્ઞાનપરિણામમયી ચેતના છે અને આ ચેતના સર્વ વિકારરહિત શુદ્ધ સ્વભાવરૂપ પરિણમે તે જ જીવનો ધર્મ છે. તથા ઉત્તમ ક્ષમાદિક દશ પ્રકાર કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા ક્રોધાદિ કષાયરૂપ ન થતાં પોતાના સ્વભાવમાં સ્થિર થાય તે જ ધર્મ છે. આ પરિણામ પણ શુદ્ધ ચેતનારૂપ જ થયા.
દર્શન-જ્ઞાન-ચરિત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રણે એક જ્ઞાનચેતનાના જ પરિણામ છે. તે જ જ્ઞાનસ્વભાવરૂપ ધર્મ છે અને જીવોની રક્ષાનું તાત્પર્ય એ છે કે જીવ ક્રોધાદિ કષાયોને વશ થઈ પોતાની કે પરની પર્યાયના વિનાશરૂપ મરણ તથા દુઃખના સંકલેશ પરિણામ ન કરે. આવો પોતાનો સ્વભાવ જ ધર્મ છે. આ રીતે શુદ્ધ દ્રવ્યાર્થિકરૂપ નિશ્ચયનયથી સાધેલો ધર્મ એક જ પ્રકારે છે.
વ્યવહારનય પર્યાયાશ્રિત છે એટલે ભેદરૂપ છે, વ્યવહારનયથી વિચાર કરીએ તો જીવના પર્યાયરૂપ પરિણામ અનેક પ્રકારના છે. આથી ધર્મનું પણ અનેક પ્રકારથી વર્ણન કર્યું છે ત્યાં (૧) પ્રયોજનવશ એક દેશનું સર્વદશથી કથન કરવામાં આવે તે વ્યવહાર છે. (૨) અન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com