________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪
(અષ્ટપાહુડ
जं सुत्तं जिणउत्तं ववहारो तह य जाण परमत्थो। तं जाणिऊण जोई लहइ सुहं खवइ मलपुंजं ।।६।।
यत्सूत्रं जिनोक्तं व्यवहारं तथा च ज्ञानीहि परमार्थम्। तं ज्ञात्वा योगी लभते सुखं क्षिपते मलपुंज।।६।।
જિન-ઉક્ત છે જે સૂત્ર તે વ્યવહાર ને પરમાર્થ છે, તે જાણી યોગી સૌખ્યને પામે, દહે મળપુંજને. ૬
અર્થ:- જે જિનભાષિત સૂત્ર છે તે વ્યવહાર તથા પરમાર્થરૂપ છે, તેને જાણીને યોગીશ્વર સુખ પામે છે અને મળપુંજ અર્થાત્ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મને ત્યાગે છે.
ભાવાર્થ - જિનસૂત્રોને વ્યવહાર-પરમાર્થરૂપ યથાર્થ જાણીને યોગીશ્વર (મુનિ) કર્મોનો નાશ કરી અવિનાશી સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. પરમાર્થ (નિશ્ચય) અને વ્યવહાર એમનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે છે કે :- જિન આગમની વ્યાખ્યા ચાર અનુયોગરૂપ શાસ્ત્રોમાં બે પ્રકારથી સિદ્ધ છે. એક આગમરૂપ અને બીજી અધ્યાત્મરૂપ. ત્યાં સામાન્ય-વિશેષરૂપથી બધા પદાર્થોનું પ્રરૂપણ કરે તે આગમરૂપ છે. પરંતુ જ્યાં એક આત્માને જ આશ્રયે નિરૂપણ કરે તે અધ્યાત્મ છે. અહમત અને હેતમત એવા પણ બે પ્રકાર છે. ત્યાં સર્વજ્ઞની આજ્ઞાથી જ કેવળ પ્રમાણતા માનવી તે અતુમ છે અને પ્રમાણ-ન દ્વારા વસ્તુને નિબંધ સિદ્ધ કરીને માનવી તે હેતુમ છે. આ પ્રમાણે બે પ્રકારથી આગમમાં નિશ્ચય-વ્યવહારથી વ્યાખ્યાન છે તેથી વિષે થોડું લખવામાં આવે છે.
જ્યારે આગમરૂપ બધા પદાર્થોના વ્યાખ્યાન ઉપર લગાવવામાં આવે ત્યારે તો વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષરૂપ અનંત ધર્મસ્વરૂપ છે તે જ્ઞાનગમ્ય છે, તેમાં સામાન્યરૂપ તો નિશ્ચયનયનો વિષય છે અને વિશેષરૂપ જેટલાં છે તેને ભેદરૂપ કરીને જુદાં જુદાં કહે તે વ્યવહારનયનો વિષય છે. તેને દ્રવ્યપર્યાય સ્વરૂપ પણ કહે છે. જે વસ્તુને વિવક્ષિત કરીને સિદ્ધ કરવી હોય તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી સામાન્ય-વિશેષરૂપ જે કાંઈ વસ્તુનું સર્વસ્વ હોય તે તો નિશ્ચય-વ્યવહારથી કહ્યું છે ને તે પ્રમાણે સધાય છે. તથા તે વસ્તુને કોઈ અન્ય વસ્તુના સંયોગરૂપ જો અવસ્થા હોય તો તેને તે વસ્તુરૂપ કહેવી તે પણ વ્યવહાર છે. આને ઉપચાર પણ કહે છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે:– જેમ એક વિવક્ષિત ઘટ નામની વસ્તુ ઉપર લગાવીએ ત્યારે જેમ ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ સામાન્ય-વિશેષરૂપ જેટલું સર્વસ્વ છે એટલું કહ્યું. તેવી જ રીતે નિશ્ચય-વ્યવહારથી કહેવું તે તો નિશ્ચય-વ્યવહાર છે અને ઘટને કોઈ અન્ય વસ્તુનો લેપ કરીને ઘટ તે જ ઘટને નામથી કહેવું અને અન્ય પટાદિમાં ઘટનું આરોપણ કરીને ઘટ કહેવો તે પણ વ્યવહાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com