________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
(અષ્ટપાહુડ
દંડ અર્થાત્ જે કાર્યોમાં પોતાનું પ્રયોજન ન સધાય એ પ્રકારના પાપ કાર્યો ન કરે. અહીં કોઈ પૂછ-પ્રયોજન વગર તો કોઈપણ જીવ કાર્ય કરતું નથી. કંઈક પ્રયોજન વિચારીને જ કરે છે. તો પછી અનર્થદંડ કયાં રહ્યો? એનું સમાધાન-સમ્યગ્દષ્ટિ શ્રાવક હોય તે પ્રયોજન પોતાના પદને યોગ્ય વિચાર કરે છે. પદ યોગ્ય સિવાયનું સર્વ અનર્થ છે. પાપી પુરુષોના તો બધાં જ પાપ પ્રયોજનવાળાં છે, તેમની તો વાત જ શું! ભોગ કહેવાથી ભોજનાદિક અને ઉપભોગ કહેવાથી સ્ત્રી, વસ્ત્ર, આભૂષણ, વાહનાદિક તેનું પરિમાણ કરે–આમ જાણવું. ૨૫
હવે ચાર શિક્ષાવ્રત કહે છે:
सामाइयं च पढमं बिदियं च तहेव पोसहं भणियं। तइयं च अतिहिपुज्जं चउत्थ सल्लेहणा अंते।। २६ ।। सामाइकं च प्रथमं द्वितीयं च तथैव प्रोषधः भणितः। तृतीयं च अतिथिपूजा चतुर्थं सल्लेखना अन्ते।। २६ ।।
સામાયિકં, વ્રત પ્રોષધ, અતિથિ તણી પૂજા અને અંતે કરે સલ્લેખના-શિક્ષાવ્રતો એ ચાર છે. ૨૬
અર્થ:- સામાયિક તો પહેલું શિક્ષાવ્રત છે તેવી જ રીતે બીજું પ્રોપધવ્રત છે. ત્રીજું અતિથિપૂજા છે અને ચોથું અન્યસમયે સંલ્લેખના વ્રત છે.
ભાવાર્થ:- અહીં શિક્ષા શબ્દનો એવો અર્થ સૂચિત છે કે આગામી મુનિવ્રતની શિક્ષા આમાં છે. જ્યારે મુનિ થશે ત્યારે આ પ્રકારે રહેવું પડશે. સામાયિક કહેવાથી તો રાગદ્વેષનો ત્યાગ કરીને બધી ગૃહારંભ સંબંધી ક્રિયાઓથી નિવૃત્તિ થઈને એકાન્ત સ્થાનમાં બેસી જઈ પ્રભાત, મધ્યાહ્ન અને સાંજના અમૂક કાળની મર્યાદા બાંધીને પોતાના સ્વરૂપનું ચિંતવન તથા પચપરમેઠીની ભક્તિના પાઠ વાચવા, તેમની વેદના કરવી ઇત્યાદિ વિધાન કરવા તે સામાયિક છે. આ પ્રમાણે પ્રોષધ અર્થાત આઠમ, ચૌદસના પર્વોમાં પ્રતિજ્ઞા લઈને ધર્મકાર્યોમાં પ્રવર્તવું તે પ્રોષધ છે. અતિથિ અર્થાત્ મુનિઓની પૂજા કરવી, તેમને આહારદાન આપવું તે અતિથિપૂજન છે. અંત સમયમાં કાયા અને કષાયને કૃશ કરી સમાધિ મરણ કરવું તે અંત સંલ્લેખના છે. આ પ્રમાણે ચાર શિક્ષાવ્રત છે.
પ્રશ્ન:- તત્ત્વાર્થસૂત્રમાં ત્રણ ગુણવ્રતમાં દેશવ્રત કહ્યું અને ભોગપભોગ પરિમાણને શિક્ષાવ્રતમાં કહ્યું તથા સંલ્લેખનાને જુદું કહ્યું છે. તે કેવી રીતે?
સમાધાન:- આ વિવક્ષા ભેદ છે. અહીં દેશવ્રત દિગ્ગતમાં ગર્ભિત છે અને સંલ્લેખનાને શિક્ષાવ્રતમાં કહ્યું છે. તેમાં કંઈ વિરોધ નથી. ર૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com