Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 400
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ (અષ્ટપાહુડ ધારણ તથા તેનું શ્રદ્ધાન-એવા દર્શનથી વિશુદ્ધ અતિચાર રહિત નિર્મળ છે. –એવું તો અરિહંત ભક્તિરૂપ સમ્યકત્વ છે. વિષયોથી વિરક્ત થવું શીલ છે અને જ્ઞાન પણ તે જ છે તથા તેથી ભિન્ન જ્ઞાન કેવું કહ્યું છે! સમ્યકત્વ, શીલ વિના તો જ્ઞાન મિથ્યાજ્ઞાનરૂપ અજ્ઞાન છે. ભાવાર્થ- સર્વ મતોમાં આ વાત પ્રસિદ્ધ છે કે જ્ઞાનથી સર્વ સિદ્ધિ છે અને જ્ઞાન શાસ્ત્રોથી થાય છે. આચાર્ય કહે છે કે અમે તો જ્ઞાન તેને જ કહીએ છીએ કે જે સમ્યત્વ ને શીલ સહિત જ હોય. આમ. જિનાગમમાં કહ્યું છે. તેનાથી ભિન્ન જ્ઞાન કેવું છે? –તેનાથી ભિન્ન જ્ઞાનને તો અમે જ્ઞાન કહેતા નથી. તેના વિના તો તે અજ્ઞાન જ છે. સમ્યકત્વ તથા શીલ તો જિનાગમથી થાય છે. ત્યાં જેના વડે સમ્યકત્વ, શીલ થયા ને તેની ભક્તિ ન હોય તો સમ્યકત્વ કેમ કહેવાય ? જેના વચન દ્વારા આ પ્રાપ્ત કરવામાં આવે છે તેની ભક્તિ હોય ત્યારે જાણીએ કે આને શ્રદ્ધા થઈ ને જ્યારે સમ્યકત્વ થાય ત્યારે વિષયોથી વિરક્ત થાય જ થાય. જો વિરક્ત ના હોય તો સંસાર ને મોક્ષનું સ્વરૂપ શું જાણું? આ પ્રકારે સમ્યકત્વ શીલ થવાથી જ્ઞાન સમ્યજ્ઞાન નામ પામે છે. આ પ્રકારે આ સમ્યકત્વ શીલના સંબંધથી જ્ઞાનનો તથા શાસ્ત્રનો મહિમા છે. આવું આ જિનગમ છે કે જે સંસારથી નિવૃત્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળું છે, તે જયવંત હો. આ સમ્યકત્વ સહિત જ્ઞાનનો મહિમા છે તે જ અંત મંગળ જાણવું. ૪૦ આ પ્રકારે શ્રી કુંદકુંદ આચાર્ય કૃત શીલપાહુડ ગ્રંથ સમાપ્ત થયો. આનો સંક્ષેપ તો કહેતા આવ્યા છીએ કે-શીલ નામ સ્વભાવનું છે. આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન-દર્શનમયી ચેતના સ્વરૂપ છે. તે અનાદિ કર્મના સંયોગથી વિભાવરૂપ પરિણમે છે. તેના વિશેષ મિથ્યાત્વ, કષાય આદિ અનેક છે. તેમને રાગ-દ્વેષ-મોહ પણ કહે છે. તેમના ભેદ સંક્ષેપથી ચોર્યાસી લાખ કર્યા છે. વિસ્તારથી અસંખ્યાત, અનંત થાય છે. તેમને કુશીલ કહેવાય છે. તેમના અભાવરૂપ સંક્ષેપથી ચોર્યાસી લાખ ઉત્તર ગુણ છે. તેમને શીલ કહે છે. આ તો સામાન્ય પરદ્રવ્યના સંબંધની અપેક્ષાથી શીલ-કુશીલનો અર્થ છે, અને પ્રસિદ્ધ વ્યવહારની અપેક્ષાએ સ્ત્રીના સંગની અપેક્ષાથી કુશીલના અઢાર હજાર ભેદ કહ્યાં છે તેમના અભાવથી શીલના અઢાર હજાર ભેદ છે, તેમને જિનાગમથી જાણીને પાળવાં. લોકમાં પણ શીલનો મહિમા પ્રસિદ્ધ છે. જે પાળે છે તે સ્વર્ગ-મોક્ષનું સુખ પામે છે. તેમને અમારા નમસ્કાર છે. તેઓ અમને પણ શીલની પ્રાપ્તિ કરાવો એ જ પ્રાર્થના છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 398 399 400 401