Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 396
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪ (અષ્ટપાહુડ અર્થ - સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-તપ અને વીર્ય એ પાંચ આચાર છે. તે આત્માનો આશ્રય પામીને પુરાતન કર્મોને એવી રીતે બાળી નાખે છે કે જેવી રીતે પવન સહિત અગ્નિ જૂનાં સૂકાં લાકડાંને બાળી નાખે છે. ભાવાર્થ- સમ્યકત્વ આદિ પાંચ આચાર એ અગ્નિ સ્થાને છે અને આત્માનો સૈકાલિક શુદ્ધ સ્વભાવ જેને શીલ કહીએ છીએ. તે પવન સ્થાને છે. પાંચ આચાર રૂપ અગ્નિ પવન સમાન શીલની સહાય પામીને, સર્વ કર્મો બાળી નાખી, આત્માને શુદ્ધ કરે છે. આ પ્રકારે શીલ જ પ્રધાન છે. પાંચ આચારોમાં ચારિત્ર કહ્યું છે ને અહીં સમ્યકત્વ કહેવામાં ચારિત્ર જ જાણવું, વિરોધ ન જાણવો. ૩૪ હવે કહે છે કે આવા અષ્ટ કર્મોને જેમણે ભસ્મ કરી નાખ્યા છે તેઓ સિદ્ધ થયા છે: णिद्दड्ढ अट्ठकम्मा विसयविरत्ता जिदिदिया धीरा। तवविणयशीलसहिदा सिद्धा सिद्धिं गदिं पत्ता।। ३५।। निर्दग्धाष्टकर्माण: विषयविरक्ता जितेंद्रिया धीराः। तपोविनयशील सहिताः सिद्धाः सिद्धिं गतिं प्राप्ताः ।। ३५।। 'વિજિતેન્દ્રિ વિષય વિરક્ત થઈ, ધરીને વિનય-તપ-શીલને, *ધીરા દહી વસુ કર્મ, શીવગતિ પ્રાપ્ત સિદ્ધ પ્રભુ બને. ૩૫ અર્થ:- જે પુરુષોએ ઇન્દ્રિયોને જીતી લીધી છે, જેઓ વિષયોથી વિરક્ત છે, વૈર્યવાન છે-પરીષહ આદિ ઉપસર્ગ આવતાં ચલાયમાન થતાં નથી, વિનય-તપ-શીલ સહિત છે તેઓ અષ્ટકર્મોને દૂર કરીને સિદ્ધગતિ-મોક્ષને પ્રાપ્ત થયા છે, તેઓ સિદ્ધ કહેવાય છે. ભાવાર્થ:- અહીં પણ જિતેન્દ્રિય અને વિષય વિરક્તતા એ વિશેષણો શીલની જ મુખ્યતા બતાવે છે. ૩૫ હવે કહે છે કે જે લાવણ્ય અને શીલ સહિત છે તે મુનિઓ પ્રશંસાને યોગ્ય થાય છે: लावण्णसील कुसलो जम्ममहीरुहोजस्स सवणस्स। सो सीलो स महप्पा भमिज्ज गुणवित्थरं भविए।। ३६ ।। लावण्यशीलकुशलः जन्ममही रुहः यस्य श्रमणस्य। स: शीलः स महात्मा भ्रमेत गुणविस्तार: भव्ये।। ३६।। ૧. વિજિતેન્દ્રિ = ઇન્દ્રિયોને જીતી લેનાર. ૨. ધીરા = ધીર પુરષ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401