Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 394
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ઉપર (અષ્ટપાહુડ यदि ज्ञानेन विशुद्ध: शीलेन विना बुधैर्निर्दिष्टः। શપૂર્વિવરસ્ય ભાવ: 7 7 વિ પુન: નિર્મન: નાત: રૂાા જો શીલ વિણ બસ જ્ઞાનથી કહી હોય શુદ્ધિ જ્ઞાનીએ, દશપૂર્વધરનો ભાવ કેમ થયો નહીં નિર્મળ અરે? ૩૧ અર્થ:- જો શીલ વિના જ્ઞાનમાત્રથી શુદ્ધ થાય એમ જ્ઞાનીઓ કહેતા હોય તો દશપૂર્વને જાણનાર રૂદ્રના ભાવ શુદ્ધ કેમ ન થયા? તેથી એમ જણાય છે કે ભાવ નિર્મળ શીલથી જ થાય ભાવાર્થ- એકલું જ્ઞાન તો શેયને જણાવે છે, પણ મિથ્યાત્વ કે કષાયને ટાળે નહિ, તેથી જ્ઞાન વિપરીત થઈ જાય છે. તેથી મિથ્યાત્વ અને કષાયનું મટવું જ શીલ છે. એ રીતે શીલ વિના માત્ર જ્ઞાનથી જ મોક્ષની સિદ્ધિ થતી નથી. શીલ વિના મુનિપણું લઈ લે તો પણ ભ્રષ્ટ થઈ જાય છે. માટે શીલને જ પ્રધાન જાણવું. ૩૧ હવે કહે છે કે જો નરકમાં પણ શીલ થઈ જાય અને વિષયોથી વિરક્ત બની જાય તો ત્યાંથી તીર્થંકરપદને પ્રાપ્ત થાય છે: जाए विसयविरत्तो सो गमयदि णरयवेयणा पउरा। ता लेहदि अरुहपयं भणियंजिणवड्ढमाणेण।। ३२ ।। यः विषयविरक्तः सः गमयति नरकवेदनाः प्रचुराः। तत् लभते अर्हतादं भणितं जिनवर्द्धमानेव।। ३२।। *વિષયે વિરક્ત કરે સુસહ અતિ-ઉગ્ર નારકવેદના, ને પામતા અહંતપદ :- વીરે કહ્યું જિનમાર્ગમાં. ૩૨ અર્થ- જે જીવ વિષયોથી વિરક્ત છે તે નરકની ભારે વેદનાને પણ હળવી કરી દે છે, ત્યાં પણ ભારે દુઃખ થતું નથી. તથા ત્યાંથી નીકળીને અરિહંત પદને પામે છે એમ વર્ધમાન ભગવાને કહ્યું છે. ભાવાર્થ - જિન સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે-જીવ ત્રીજી નરકમાંથી નીકળીને તીર્થંકર થાય છે તે પણ શીલનું જ માહાભ્ય છે. ત્યાં સમ્યકત્વ સહિત થઈ વિષયોથી વિરક્ત બની ૧. વિષય વિરક્ત = વિષયવિરક્ત જીવો. ૨. સુસહ = સહેલાઈથી સહન થાય એવી (અર્થાત્ હળવી). Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401