Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 392
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૦ (અષ્ટપાહુડ उदधी व रदणभरिदो तवविणयंसीलदाणरयणाणं। सोहेंतो य ससीलो णिव्वाणमणुत्तरं पत्तो।। २८ ।। उदधिरिव रत्नभृतः तपोविनयशीलदानरत्नानाम्। शोभते च सशीलः निर्वाणमनुत्तरं प्राप्तः।। २८।। તપ-દાન-શીલ-સુવિનય-રત્નસમૂહ સહુ જલધિ સમો, સોહત જીવ સશીલ પામે શ્રેષ્ઠ શિવપદને અહો ! ૨૮ અર્થ:- જેમ સમુદ્ર રત્નોથી ભરેલો છે તો પણ જળથી શોભા પામે છે તેવી જ રીતે આ આત્મા તપ-વિનય-શીલ-દાન આ રત્નોમાં શીલ સહિત શોભા પામે છે, કેમકે શીલવાન થયા તેણે અનુત્તર અર્થાત તેથી આગળ કશું નથી એવા નિર્વાણપદને પ્રાપ્ત કર્યું છે. ભાવાર્થ - જેમ સમુદ્રમાં ઘણાં રત્નો છે તો પણ જળથી જ સમુદ્ર નામને પામે છે તેમજ આત્મા અન્યગુણ સહિત હોય તો પણ શીલથી જ નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. ૨૮ હવે જે શીલવાન પુરુષ છે તેઓ જ મોક્ષને પ્રાપ્ત કરે છે એ પ્રગટ કરીને દેખાડે છે: सुणहाण गद्दहाण य गोवसुमहिलाण दीसदे मोक्खो। जे सोधंति चउत्थं पिच्छिज्जंता जणेहि सव्वेहिं।। २९ ।। शुनां गर्दभानां च गोपशुमहिलानां दृश्यते मोक्षः। ये शोधयंति चतुर्थं दृश्यतां जनैः सर्वैः ।। २९।। દેખાય છે શું મોક્ષ સ્ત્રી-પશુ-ગાય-ગર્દભ-શ્વાનનો? જે 'તુર્યને સાથે લહે છે મોક્ષ; દેખે સૌ જનો. ૨૯ અર્થ:- આચાર્ય કહે છે કે સર્વ જનો! થાન, ગધેડાં, ગાય આદિ પશુઓનો કે સ્ત્રીઓએમાંથી કોઈનો મોક્ષ થતો જુઓ છો? તે તો જોવામાં આવતો નથી. મોક્ષ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાંથી ચોથો પુરુષાર્થ છે. તેને જે સોધે છે-ગોતે છે તેનો જ મોક્ષ થતો જોવામાં આવે છે. ૧ સોહત = સોહતો; શોભતો. ૨ જીવ સશીલ = શીલ સહિત જીવ; શીલવાન જીવ. ૩ તુર્યને = ચતુર્થને (અર્થાત્ મોક્ષરૂપ ચોથા પુરુષાર્થને). Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401